સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું અમિત પંચાલ જે પણ તમારી સાથે આ વિષય પર નાનકડો સવાંદ સાધ્યો એમાં અમુક મિત્રોનો આગ્રહ હતો કે એનું લેખિત બને જેથી ગ્રુપ ના જે સભ્ય અટેન્ડ ન કરી શક્યા હોય એમને પણ માહિતી મળે એ હેતુ થી અહીં લખાણ મૂકી રહ્યો છું.
પેહલા એક નાનો પરિચય આપ્યો હતો એમ કે હું કોઈ સરકારી પ્રમાણિત ડોકટર નથી પણ સ્વાસ્થ્ય ના વિષય માં મને રસ હોવાથી એના અભ્યાસ દ્વારા મને જે અમુક વર્ષ પૂર્વે જાણવા મળ્યું કે સ્વસ્થ કેવી રીતે રહેવું અને નાના મોટા ઉપચાર કેમ જાતે કરવા, આ બાબત ને લઈ ને આયુર્વેદ નો અભ્યાસ થયો. એના અમુક પ્રયોગ સ્વસ્થ રહેવા માટે અને નાની મોટી સમસ્યા પર કર્યા એના ફાયદા થયા. જે આપણે સૌ જાણીએ છે કે ભારત માં દાદીમાં નું વૈદુ ઘણું પ્રસિદ્ધ છે અને એ કેટલો કારગર છે એ પણ અનુભવ થયો.
આયુર્વેદ મુખ્ય આહાર વિહાર, દિનચર્યા અને ઋતુચર્યા પર ભાર આપે છે. દિન ચર્યા ઋતુચર્યા પર આધારિત છે. આયુર્વેદ મુખ્ય ભાર સ્વસ્થ કેમ રહેવું એના પર આપે છે અને બીમારી માં નિદાન કેમ કરવું એ સેકન્ડરી કે પછી નો વિષય છે, હા આયુર્વેદ પાસે દરેક બીમારી ના ઉપાય છે પણ બીમાર ન પડો અને સ્વસ્થ રહો એ આ શાસ્ત્ર ની વિશેષતા છે. શ્રીમદ ભગવદ્દ ગીતા માં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે - "युक्ताहारविहारस्य युक्तचेष् टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति
એટલે જેનો આહાર વિહાર યોગ્ય છે, જેનું જાગવું સૂવું યોગ્ય છે, જેની ચેષ્ટા યોગ્ય છે તે દુઃખ ઉત્તપન્ન થવાના યોગ નથી હોતા.
આપણે દિનચર્યા ની વાત કરીશું - દિનચર્યા ની શરૂઆત થાય છે સવારે ઉઠવાથી અહીં
1 ) उतिष्ठते ब्रह्म मुर्हते - આયુર્વેદ માં બ્રહ્મ મુહરત માં ઉઠવા પર વિશેષ ભાર આપ્યો છે. આ અમય સૂર્યોદય પેહલા 96 મિનિટ નો હોય છે, યોગવિજ્ઞાન માં આના ઘણા ફાયદા છે. આ સમય આયુર્વેદ ના સિદ્ધાંત પ્રમાણે ને વાત એટલે વાયુ નો પ્રકોપ વધુ હોય છે, આ સમય ઉઠવાથી ધ્યાન કરવાથી મન શાંત રહેતા ન્યુરો ડિસઓર્ડર થતું નથી જે આયુર્વેદ prevention ની વાત કરે તે રીતે છે, જેના નિયમ પાડતા રોગ આવતા જ નથી અને સ્વસ્થ રહી શકાય. બીજું આજના આધુનિકતા ને આમાં જોડી કહી શકાય કે ઓઝોન લેયર કે ઓક્સિજન બોડી ને મળે છે, સવાર માં dust પાર્ટીકલ ઓછા હોય, પ્યોર ઓક્સિજન તમે લો જેથી શરીર ના રક્ત નું માં ઓક્સિજન ભળતા શરીર ની શુદ્ધિ થાય છે.
ઉઠી પથારી માં તરત કોઈ કાર્ય નથી કરવાનું, બે ત્રણ મિનિટ આરામ થી બેસવાનું, ભારતીય પરંપરા માં ઉતાવળ ને સ્થાન નથી પણ ધીરજ ને છે, જેથી વાત નો પ્રકોપ થાય નહિ અને સાયકોલોજીકલ પણ સમસ્યા ઉતપન્ન થાય નહિ. જો હથેળી જોઈ શ્લોક બોલતા હોવ - कराग्रे वसते लक्ष्मिः करमध् ये सरस्वति ।
करमूले तु गोविन्दः प्रभाते करदતો સારું ન એવું કરતા હોવ તો બે મિનિટ શાંત આખો કરી બેસો કે આ બને હથેળી જોઈ શ્લોક બોલી બને હથેળી એક બીજા સાથે ઘસી આંખો પર લગાવવી જેથી આંખો ને ફાયદો કરે.
2) આ પછી મહત્વ ની ક્રિયા આવે છે ઉષા પાન, ઉષા પાન નું મહત્વ અત્યંત છે, સવારે સૌથી પહેલા હુંફાળું પાણી કે તાંબા ના લોટા માં ભરેલ પાણી તો ખૂબ જ લાભદાયી છે. આમ પણ અત્યારે વર્ષા ઋતુ માં માટલું શ્રેષ્ઠ હોવા છતાં એનું પાણી ઠંડુ હોય છે તો તાંબા ના લોટા કે માટલા માં ભરી રાખી શકો અને સવારે એ જ પી શકો.
તાંબા નું પાણી બ્લડ સર્ક્યુલેશન માં મદદ કરશે, જો એ ન હોય તો માટલા નું પાણી સાધારણ ગરમ કરી પી શકાય એવું લેશો સવાર માં તો એ આંતરડા ને સાફ કરશે. આમ પાણી સવાર માં પીવાથી મળ ત્યાગ માં સરળતા રહેશે, મળ ત્યાગ માં ફાયદો કરશે, જેને કબજિયાત ની સમસ્યા હોય એને પણ સારું રહેશે અને પેટ સાફ રહેતાં શરીર સ્વસ્થ રહેશે કારણ મુખ્ય બધા રોગ પેટ દ્વારા જ જન્મે છે. આંતરડા માં જુના જામેલા મળ રક્ત દૂષિત કરે છે.
પાણી પીવાની રીત એકદમ ધીરે ધીરે નાના ઘૂંટડા, મેં આગળ કહ્યું ભારતની સંસ્કૃતિ છે દરેક કાર્ય ધીરે કરવું અને ધ્યાન થી કરવું, દરેક કાર્ય ધ્યાન થી કરો તો એ યોગ બની જશે. પાણી પ્લાસ્ટિક ની બોટલ માં અવોઇડ જ કરવું. R. O નું પાણી પણ લાભદાયી નથી. એમાં બધા મિનરલ રહેતા નથી જે માટલા માં કે બીજા પાત્ર માં રહે છે.
વર્ષા માં તાંબું કહ્યું એ જ રીતે, ઉનાળા માં ચાંદી નો ગ્લાસ કે વાટકી પીવા માટે ઉપયોગ કરી શકો જેથી ઉનાળા માં ગરમી થી પિત્ત પ્રકોપ થાય અને એસીડીટી કે પેટ માં કે ગળા માં બળતરા ની સમસ્યા રહે તો ચાંદી નું પાત્ર એનું શમન કરશે. વિવિધ ધાતુ ના વિવિધ ગુણ હોય છે.
જેને obesity ની સમસ્યા હોય જાડાપણું હોય, વજન ઉતારવું હોય તો એ હુંફાળું પાણી લે એમાં મધ અને લીંબુ ઉમેરી શકે.
ફ્રીજ નું પાણી કદાપિ પણ ન પીવું જોઈએ એ આંતરડા સંકોચે છે, ગળા ના રોગ કરી શકે, વધુ ઠંડુ પાણી દાંત ના પેઢા ને પણ નુકશાન કરી શકે. કોઈ ને ત્યાં ગયા અને જો એમના ઘરે સાદું પાણી ન હોય, તરસ લાગી હોય તો એવી સ્થિતિ માં પણ ફ્રીજ નું પાણી તમારી સામે ધરતા એને સામાન્ય તાપમાન નું થાય પછી જ લેવું હિતાવહ છે.
૩) મળત્યાગ - ઉષાપાન પછી મળ ત્યાગ જે અત્યંત અગત્ય નું છે, ભારતીય ટોઇલટ નો પ્રયોગ શ્રેષ્ઠ છે જેથી આંતરડા પર અને પેટ પર ભાર આવતા મળ ત્યાગ સરળતા થી થાય છે, વેસ્ટર્ન ટોઇલટ મા એ ખામી રહેલી છે. હવે જેના ઘરે આ રીત નું નથી કે માણસ જાડા હોય અને સમસ્યા થતી હોય તો વેસ્ટર્ન ટોયલેટ માં નીચે ટેબલ મૂકી પગ લટકતા ન રહે એનું ધ્યાન રાખે.
4) અભ્યન્ગ(તેલ માલિશ) - તેલ માલિશ વિશે એવું કહેવાય છે જન્મ થી મરણ સુધી તેલ માલિશ કરવી જોઈએ. સંસ્કૃત માં આના માટે શ્લોક છે. -
अभ्यङ्गं आचरेत् नित्यं
અર્થાત માલિશ તો રોજ આચરવી જોઈએ એ દિનચર્યા ના ભાગ હોવો જોઈએ. તલ નું તેલ માલિશ માટે શ્રેષ્ઠ છે, જે બારેમાસ ચાલી શકે. બાકી ઉનાળો ગરમ ઋતુ છે તો એમાં શીત ગુણ વાળું નારિયેળ તેલ માલિશ માટે વાપરી શકાય એ જ રીતે શિયાળો ઠંડી ની ઋતુ છે તો એમાં સરસ્યું ગરમ પ્રકૃતિ નું તેલ છે તો એ ઉપયોગ કરી શકાય. અલગ અલગ બીમારી કે માટે પણ અલગ તેલ જેમ કે અશ્વગંધા તેલ , મહા નારાયણ તેલ, ક્ષીર બલા તેલ વગેરે.
માલિશ કરવાથી ચામડી પર કરચલી નથી પડતી, માલિશ એન્ટી એજિંગ નું કામ કરશે, હમેશાં યુવા દેખાવા માં મદદ કરશે, વધુ પડતી ચરબી ન થવા દેવા માં મદદ કરશે. સાંધા ના દુખાવા થવા નહિ દે અને હશે તો એમાં રાહત આપશે, આજ ના જે મુખ્ય રોગ હોય છે જેમ કે પેરાલીસીસ, ઓસ્ટીયો આર્થરાઇટ્સ, રહયુમિટેડ આર્થરાઇટ્સ, જોઈન્ટ પેઇન આ બધાથી બચી શકાય અને હોય તો એનું નિવારણ થાય.
માલિશ વધુ પડતી ન કરવી જેથી હાઈ બીપી થાય, એટલું ઘર્ષણ ન કરવું જેથી બીપી વધે, વધુ પડતું ન દબાવવું જેથી દુખાવો થાય.
માલિશ એક્યુપ્રેશર નું કામ કરે છે, એ થતા જ રાહત લાગે છે.
5) વ્યાયામ: વ્યાયામ માં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે, એમાં બધી કસરત આવી જતી હોય છે, એનો બીજો ફાયદો એ કે સૂર્ય ના સવાર ના કોમળ કિરણો મળતા જે આજની મુખ્ય સમસ્યા વિટામિન ડી ની છે એના માટે તમારે કોઈ કમ્પની ની ટેબ્લેટ લેવાની જરૂર નહીં પડે. સૂર્ય ના કિરણો બોન ડેન્સીટી અને કેલ્શિયમ માટે સહાયક છે.
6) દંત સુરક્ષા - દાંત ખૂબ અગત્ય નું અંગ છે જે ખોરાક ચાવવાનું કામ કરે છે, ભલે આ સામાન્ય કાર્ય લાગતું હોય પણ ચાવવાથી ખોરાક રસ માં પરિવર્તિત, વ્યવસ્થિત ચાવવાની ક્રિયા ન થતા પાચન માં સરળતા રહેતી નથી. એવી કહેવત છે કે ખોરાક પાણી ની જેમ લેવો અને પાણી ખોરાક ની જેમ. પાણી ધીરે ધીરે નાના ઘૂંટડા ની વાત કરી એવી જ રીતે ખોરાક ખૂબ ચાવી પાણી જેવો કરવો. આમ કરવાથી તમારા પાચનતંત્ર નું કાર્ય સરળ બને છે અને સાત ધાતુ ના વિભાજન માં જલ્દી પરિવર્તિત થાય છે. પાચનતંત્ર વ્યવસ્થિત કામ કરે તો 90% રોગો થી તમે બચી શકો.
આના થી જ દંત સુરક્ષા અતિ મહત્વ ની છે. તેથી દાંતો માટે બજાર માં મળતા ઝેરીલા કેમિકલ વાળા ટૂથ પેસ્ટ થી સાવધાન રહેવું એનો ઉપયોગ ન કરવું એ ઉપરાંત આયુર્વેદિક ના નામે પણ બજાર માં અનેક ટૂથપેસ્ટ મળે તેમાં પણ એમનો સ્વાર્થ અને વ્યાપરવૃત્તિ રહેલી છે તેથી તેનાથી સાવધાન રહેવું અતિ આવશ્યક છે. દાતણ પ્રકૃતિ ની અનુપમ ભેટ છે જે દાંત ને ખૂબ મજબૂત રાખે છે. એ ઉપરાંત તમે સિંધવ મીઠું, લીંબુ, લવિંગ નો ભૂકો, તજ ની ભૂકી, સરસ્યું અને હળદર જેવી અનેક પ્રકૃતિ ના ખજાના સ્વરૂપ દાંત માટે ઉપયોગ કરી શકો છો. વિવિધ દંત મજન બનવવાની સરળ પદ્ધતિ પણ હોય છે, એ દ્વારા તમે બનાવી શકો, એના માટે હું અલગ થી આર્ટિકલ શેયર કરીશ.
7) સ્નાન: જેમ ઉપર વાત કરી કે દંત સુરક્ષા માટે કેમિકલ વાળા ટૂથપેસ્ટ ની ભલામણ નથી કરેલ તેવી જ રીતે કેમિકલ વાળા સાબુ ન વાપરવાની ભલામણ છે. કાસ્ટિક સોડા ત્વચા ને નુકશાન કરે અને રુક્ષ બનાવે છે, નાના બાળકો ને તો બિલકુલ નિષેધ છે. સ્નાન માટે આપણે ત્યાં ભરપૂર વિકલ્પ છે, તમે મૂલતાની માટી નો ઉપયોગ કરી શકો છો, બેસન અને મલાઈ, દહીં અને મધ, ગરમ પાણી માં લીમડા ના પાન નાખી ચોળી ને નહાવું જોઈએ, હમેશા બહુ ગરમ નહિ અને અતિશય ઠંડુ ન હોય એ રીતે નહાવું, માથા પર ગરમ પાણી કદી ન રેડવું જેથી આંખો ને નુકશાન કરે છે. સાબુ ના વિકલ્પ મેં અમુક અહીં મુક્યા એવા વિવિધ વિકલ્પ ઘણા છે જે લોકો ના જીવન માં હોય છે બસ એક શોધ ની જરૂર છે દરેક ને જે દ્રષ્ટી વ્યાપક કરી જોઈ શકે છે.
8) ભોજન - જેવું ખાય અન્ન તેવું બને મન આ કહેવત આપણે ત્યાં ઘણી પ્રચલિત છે, અન્ન દેવ અને અન્નપૂર્ણાં દેવી એટલું ઊંચું માન આપણા સમાજે આપેલ છે. અંગ્રેજી માં પણ કહેવાય છે જે મોડર્ન સાયન્સ થકી food ની impact જાણી શક્યા છે એ કહે છે કે food is consciousness. એટલે તમે જે જમો છો એ શું જમો છો, ક્યારે કેવી રીતે, કયા પાત્ર માં જમો છો, કયા પાત્ર માં બનાવેલું છે આ દરેક વસ્તુ ખૂબ અગત્ય નું છે. આહાર શાસ્ત્ર ઘણો વ્યાપક વિષય છે જેની મુખ્ય ચર્ચા અહીં કરીશું. માટી ના વાસણ ભોજન બનાવવા શ્રેષ્ઠ છે જેમાં બધા પોષકતત્વો જળવાય રહે છે. કાંસા ના વાસણ ભોજન કરવા માટે શ્રેષ્ઠ છે, આમ તો સોનુ અને ચાંદી પણ અગત્ય ના છે પણ એ મોંઘા હોવાથી દરેક ને પરવડી ન શકે. સોનુ ઉષ્ણ ધાતુ છે જ્યારે ચાંદી શીત ધાતુ છે. એટલે આયુર્વેદ માં વાત પિત્ત અને કફ પ્રમાણે ઘરેણાં ઓનું ભારતીય સમાજ પહેરવાનો રિવાજ છે જેમાં ગૂઢ વીજ્ઞાન છે. સોના ના હાર કે ચેઇન કે માળા છાતી ના ભાગ માં પેહરાય છે જે કફ નું સ્થાન છે તો કફ ને સંતુલિત રાખે તો ચાંદી ના કંદોરા કે જુડા પેટ ના ભાગ પર પહેરવામાં આવે જે પિત્ત નું સ્થાન છે જે પિત ને સંતુલિત રાખે.
ભોજન માં કેળા ના પાંદડા જે પાચન ક્રિયા માં મદદરૂપ થાય તો તાંબું રક્તસંચાર ક્રિયા કરી આપે છે.
ભોજન આયુર્વેદ પ્રમાણે હમેશા હાથ થી કરવું જોઈએ, પાંચ આંગળી માં પંચ મહાભૂત હોય છે અને પંચ મહાભૂત થી મનુષ્ય શરીર બનેલ છે. મહાન વૈજ્ઞાનિક સી વી રામન નો જીવન નો એક કિસ્સો યાદ આવે કે એ અમેરિકા ગયા તો કોઈકે એમને ટોકેલ કે તમે છરી કાંટા અને ચમચી ઉપયોગ કેમ નથી કરતા એ જવાબ માં સી વી રામન કહેલું કે મારા મારા સિવાય કોઈ નથી વાપરતું જ્યારે છરી કાંટા ને ચમચી કોના મોઢા વડે વપરાયેલ એ તો ગની પણ ન શકાય.
ભોજન માં પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ ના વાસણો ન વાપરવા. પ્લાસ્ટિક માં ગરમ રસોઈ પીરસતા માઈક્રો લેવલ પર પ્લાસ્ટિક ઓગળે છે અને વર્ષો સુધી એના પ્રયોગ થી આગળ જતાં કેન્સર પણ થઈ શકે છે.
માઇક્રોઓવન માં રસોઈ એ પણ ખૂબ નુકશાનકારક છે. એના રેડિયેશન પણ શરીર અને સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે. ધીમા તાપે ભોજન ચઢે એ સ્વાસ્થ્ય વર્ધક હોય છે ઍટલે માટી ના વાસણ માં સમય લાગે પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક છે.
ભોજન માં વપરાતા મસાલા બાબુ ગ્રાઈન્ડ કરતા એને ઇલેક્ટ્રિક એપ્લાયન્સ દ્વારા ગરમી મળતા એના પોષકતત્વો નષ્ટ થાય છે જો કુટેલા મસાલા નો ઉપયોગ કરો એ જ શ્રેષ્ઠ. એ જ રીતે દેશી ગોળ, ખાંડ ની જગ્યા એ સાકર કે ગોળ નો ઉપયોગ કરવો. ખાંડ બનાવવાની પદ્ધતિ માં પણ અનેક કેમિકલ પ્રોસેસ રહે છે જે નુકશાન કારક છે. તેલ પણ કાચી ઘાણી નું વાપરવું અને રિફાઇન્ડ તેલ બને ત્યાં સુધી ન વાપરવું. મીઠા માં પણ સિંધવ મીઠા ના ઉપયોગ કરવો. લોટ પણ પથ્થર ની ઘંટી માં દળેલ તો પૌષ્ટીક છે, જેમ આગળ વાત કરી મોટી મિલ દળતા દરેક ધાન્ય માં પોષકતત્વો નાશ પામે છે. શાકભાજી નો ઉપયોગ પણ ઋતુ પ્રમાણે જે નજીક ના ક્ષેત્ર માં ઉપલબ્ધ લેવું, જે ત્યાં ની પ્રકૃતિ આપે તે જ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. શાક બહુ જીનું સમારતા પણ એના પોષકતત્વો નષ્ટ થાય છે.
ભોજન નો સમય પણ એક સરખો રાખવું, રોજ અલગ સમયે ન કરવું. ભોજન નીચે બેસી શાંત મને ખાવું. ચિંતા કે મોબાઈલ વાપરતા કે ટીવી જોતા ન વાપરવું. જમતા સમયે દરેક પ્રકાર સાથે જમતા લોકો સાથે તકરાર કે દલીલ ટાળવી. બહાર નું ભોજન હોટલ ના મળતું મસાલા વાળું ભોજન, કહસ કરી જંક ફૂડ ન લેવું. વધુ સમય થી આવા ભોજન લેતા શરીર માં આમ બને છે અને આગળ જતાં એ નુકશાન કરે છે અને રોગ પેદા કરે છે. આગળ જણાવ્યા મુજબ ભોજન ખૂબ ચાવી કરવું. ભોજન ના અંત માં પાણી ન પીવું. પાણી અંત માં લેતા ગેસ બને છે જે વિષ સમાન આયુર્વેદ માં કહેલ છે. જ્યારે છાસ ની ભલામણ કરેલ છે. भोजनान्ते तक्रम, वैद्यस्य की प्रयोजनम। અર્થાત ભોજન ના અંત માં છાસ લેવામાં આવે યો વૈદ્ય ની જરૂર નથી પડતી. છાશ પાચન માટે અતિ ગુણકારી છે અને પાચન શ્રેષ્ઠ બનતા દરેક મુખ્ય ઉદભવતા રોગ ને ટાળી શકાય. ભોજન ના અડધા કલાક પેહલા આદુ નો નાનો ટુકડો સિંધવ મીઠા સાથે લેતા જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઊઘડે છે.
9) નિંદ્રા - આયુર્વેદ માં આહાર, બ્રહ્મચર્ય અને નિદ્રા એ સ્વાસ્થ્ય ના ત્રણ સ્તંભ કીધા છે, તેથી નિંદ્રા નું મહત્વ સમજી શકાય. પૂરતી ઊંઘ લેવાથી શરીર ના દરેક કોષ રિજુવેનેટ થાય છે. બહુ મોડા ઉજાગર ન કરવા, મોડું સુવાથી અનેક રોગ ને શરીર આમંત્રણ આપે છે. પાચન ક્રિયા મંદ થાય છે, આંખો માટે નુકસાનકારક છે, વાળ ઉતારવાની સમસ્યા પણ ઉદભવે છે.
રાત્રે જલ્દી સૂવું, ચિંતા વગર સૂવું, પ્રભુ નું સ્મરણ પોતાને ચિંતા થી મુક્ત કરવું. સારા પુસ્તક કે ઘરે સારી વાતો કરવી, સુવિચાર કરવા.
રાત્રે સૂતી વેળા એ દેશી ગાય ના ઘી કે તલ ના તેલ એક ટીપા નાક ના નસકોરા માં નાખવા, નસ્ય ના ફાયદા અઠળક છે. Insomania, epilesy, અનિદ્રા, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, સાયકોલોજીકલ પ્રોબ્લમ વગેરે માં મદદ રૂપ થાય છે. એવી જ રીતે પગ ના તળિયે તલ ના તેલ ની કે દેશ ગાય ના ઘી ની કાંસા ની વાટકી અથવા એ ન હોય તો હાથ થી માલિશ કરવી, એનાથી આંખો નું તેજ વધે છે, પગ ના દુઃખવા માં રાહત થાય છે, ઊંઘ સરસ આવે છે.
સુવા માં હમેશા કોટન ના ગાદલા વાપરવા, જે અત્યાર વિવિધ જાત ના ફેન્સી ગાદલા મળે તે પરસેવો શોષતા નથી અને ઊંઘ માં આરામ નથી મળતો ઉપર તબી કમર ના દુખાવા વધે છે.
માથા આખું ન ઢાંકવું, હવા મળે એ રીતે ઓઢવું. એસી પંખા ની શરીર ને આદત ન લગાડવી જેથી શરીર માં સીધી એને હવા મળતા વાત વધે અને શરીર માં અમુક અંગ પર પ્રકોપ વધતા દુખાવો ઉતપન્ન થાય છે. તક મળીયે કુદરતી હવા લેવી, ઉનાળા તમે બહાર સુઈ શકો પ્રકૃતિ ની ખોડા માં કોઈ રોગ થાય કુદરતી હવા મળે અને નિરોગી જીવાય.
બધાએ લેખ વાંચ્યો એ માટે આભાર 💐
દરેક મિત્ર જેને આ સ્વાસ્થ્ય સંવાદ સાંભળવો હોય તે આ નીચે આપેલ લિંક પર ક્લિક કરે.
https://youtu.be/oG-cvVy3J74







