ક્યાંક ૐ નું ધ્યાન ધરી લઉં, ક્યાંક રામ નામ નું જાપ કરી લઉં, આ વિચારો ના પહાડ ને તોડવા આ શસ્ત્ર નો ઉપયોગ કરી લઉં.
મનનો વિચાર તો ઘડીક આવે ઘડીક જાવે, કામ વિના ની ઉર્જા બાળે, એને બચાવવા કોઈ મહા મંત્ર નું રટણ કરી લઉં.
એક જગ્યા પર બેસી મનની પાંખો આખા વિશ્વનું ભ્રમણ કરે, મનને રોકી એ જ જગ્યા નો અનુભવ કરી લઉં.
વિશ્વ ને ઓળખવા નીકળ્યું મન, પણ હવે એ પેહલા પોતાને ઓળખી લઉં, પોતાના પર જ ધ્યાન ધરી લઉં.
ખાતા, પીતા, ઉઠતા, બેઠતા કોઈ જોડે વાત કરતા આ બધી ક્રિયા માં રહી લઉં, આ સઘળા કાર્ય દરમિયાન હવે બીજે ક્યાંય ન ભટકી રઉ.
આંખ દેખે, કાન સાંભળે પછી મન પાંખો ખોલે પણ હવે તો નાડીઓ પર ધ્યાન ધરી દઉં, પતંજલિ ના સૂત્ર પર કામ કરી લઉં.

No comments:
Post a Comment