Wednesday, 19 August 2020

સ્વાસ્થ્ય સંવાદ



સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું અમિત પંચાલ જે પણ તમારી સાથે આ વિષય પર નાનકડો સવાંદ સાધ્યો એમાં અમુક મિત્રોનો આગ્રહ હતો કે એનું લેખિત બને જેથી ગ્રુપ ના જે સભ્ય અટેન્ડ ન કરી શક્યા હોય એમને પણ માહિતી મળે એ હેતુ થી અહીં લખાણ મૂકી રહ્યો છું. 

પેહલા એક નાનો પરિચય આપ્યો હતો એમ કે હું કોઈ સરકારી પ્રમાણિત ડોકટર નથી પણ સ્વાસ્થ્ય ના વિષય માં મને રસ હોવાથી એના અભ્યાસ દ્વારા મને જે અમુક વર્ષ પૂર્વે જાણવા મળ્યું કે સ્વસ્થ કેવી રીતે રહેવું અને નાના મોટા ઉપચાર કેમ જાતે કરવા, આ બાબત ને લઈ ને આયુર્વેદ નો અભ્યાસ થયો. એના અમુક પ્રયોગ સ્વસ્થ રહેવા માટે અને નાની મોટી સમસ્યા પર કર્યા એના ફાયદા થયા. જે આપણે સૌ જાણીએ છે કે ભારત માં દાદીમાં નું વૈદુ ઘણું પ્રસિદ્ધ છે અને એ કેટલો કારગર છે એ પણ અનુભવ થયો. 

આયુર્વેદ મુખ્ય આહાર વિહાર, દિનચર્યા અને ઋતુચર્યા પર ભાર આપે છે. દિન ચર્યા ઋતુચર્યા પર આધારિત છે. આયુર્વેદ મુખ્ય ભાર સ્વસ્થ કેમ રહેવું એના પર આપે છે અને બીમારી માં નિદાન કેમ કરવું એ સેકન્ડરી કે પછી નો વિષય છે, હા આયુર્વેદ પાસે દરેક બીમારી ના ઉપાય છે પણ બીમાર ન પડો અને સ્વસ્થ રહો એ આ શાસ્ત્ર ની વિશેષતા છે. શ્રીમદ ભગવદ્દ ગીતા માં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે -  "युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा


 એટલે જેનો આહાર વિહાર યોગ્ય છે, જેનું જાગવું સૂવું યોગ્ય છે, જેની ચેષ્ટા યોગ્ય છે તે દુઃખ ઉત્તપન્ન થવાના યોગ નથી હોતા. 

આપણે દિનચર્યા ની વાત કરીશું - દિનચર્યા ની શરૂઆત થાય છે સવારે ઉઠવાથી અહીં 

1 ) उतिष्ठते ब्रह्म मुर्हते - આયુર્વેદ માં બ્રહ્મ મુહરત માં ઉઠવા પર વિશેષ ભાર આપ્યો છે. આ અમય સૂર્યોદય પેહલા 96 મિનિટ નો હોય છે, યોગવિજ્ઞાન માં આના ઘણા ફાયદા છે. આ સમય આયુર્વેદ ના સિદ્ધાંત પ્રમાણે ને વાત એટલે વાયુ નો પ્રકોપ વધુ હોય છે, આ સમય ઉઠવાથી ધ્યાન કરવાથી મન શાંત રહેતા ન્યુરો ડિસઓર્ડર થતું નથી જે આયુર્વેદ prevention ની વાત કરે તે રીતે છે, જેના નિયમ પાડતા રોગ આવતા જ નથી અને સ્વસ્થ રહી શકાય. બીજું આજના આધુનિકતા ને આમાં જોડી કહી શકાય કે ઓઝોન લેયર કે ઓક્સિજન બોડી ને મળે છે, સવાર માં dust પાર્ટીકલ ઓછા હોય, પ્યોર ઓક્સિજન તમે લો જેથી શરીર ના રક્ત નું માં ઓક્સિજન ભળતા શરીર ની શુદ્ધિ થાય છે.

 
ઉઠી પથારી માં તરત કોઈ કાર્ય નથી કરવાનું, બે ત્રણ મિનિટ આરામ થી બેસવાનું, ભારતીય પરંપરા માં ઉતાવળ ને સ્થાન નથી પણ ધીરજ ને છે, જેથી વાત નો પ્રકોપ થાય નહિ અને સાયકોલોજીકલ પણ સમસ્યા ઉતપન્ન થાય નહિ. જો હથેળી જોઈ શ્લોક બોલતા હોવ  - कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति ।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥ 

તો સારું ન એવું કરતા હોવ તો બે મિનિટ શાંત આખો કરી બેસો કે આ બને હથેળી જોઈ શ્લોક બોલી બને હથેળી એક બીજા સાથે ઘસી આંખો પર લગાવવી જેથી આંખો ને ફાયદો કરે.

 2) આ પછી મહત્વ ની ક્રિયા આવે છે ઉષા પાન, ઉષા પાન નું મહત્વ અત્યંત છે, સવારે સૌથી પહેલા હુંફાળું પાણી કે તાંબા ના લોટા માં ભરેલ પાણી તો ખૂબ જ લાભદાયી છે. આમ પણ અત્યારે વર્ષા ઋતુ માં માટલું શ્રેષ્ઠ હોવા છતાં એનું પાણી ઠંડુ હોય છે તો તાંબા ના લોટા કે માટલા માં ભરી રાખી શકો અને સવારે એ જ પી શકો. 

તાંબા નું પાણી બ્લડ સર્ક્યુલેશન માં મદદ કરશે, જો એ ન હોય તો માટલા નું પાણી સાધારણ ગરમ કરી પી શકાય એવું લેશો સવાર માં તો એ આંતરડા ને સાફ કરશે. આમ પાણી સવાર માં પીવાથી મળ ત્યાગ માં સરળતા રહેશે, મળ ત્યાગ માં ફાયદો કરશે, જેને કબજિયાત ની સમસ્યા હોય એને પણ સારું રહેશે અને પેટ સાફ રહેતાં શરીર સ્વસ્થ રહેશે કારણ મુખ્ય બધા રોગ પેટ દ્વારા જ જન્મે છે. આંતરડા માં જુના જામેલા મળ રક્ત દૂષિત કરે છે. 

પાણી પીવાની રીત એકદમ ધીરે ધીરે નાના ઘૂંટડા, મેં આગળ કહ્યું ભારતની સંસ્કૃતિ છે દરેક કાર્ય ધીરે કરવું અને ધ્યાન થી કરવું, દરેક કાર્ય ધ્યાન થી કરો તો એ યોગ બની જશે. પાણી પ્લાસ્ટિક ની બોટલ માં અવોઇડ જ કરવું. R. O નું પાણી પણ લાભદાયી નથી. એમાં બધા મિનરલ રહેતા નથી જે માટલા માં કે બીજા પાત્ર માં રહે છે. 

વર્ષા માં તાંબું કહ્યું એ જ રીતે, ઉનાળા માં ચાંદી નો ગ્લાસ કે વાટકી પીવા માટે ઉપયોગ કરી શકો જેથી ઉનાળા માં ગરમી થી પિત્ત પ્રકોપ થાય અને એસીડીટી કે પેટ માં કે ગળા માં બળતરા ની સમસ્યા રહે તો ચાંદી નું પાત્ર એનું શમન કરશે. વિવિધ ધાતુ ના વિવિધ ગુણ હોય છે. 

જેને obesity ની સમસ્યા હોય જાડાપણું હોય, વજન ઉતારવું હોય તો એ હુંફાળું પાણી લે એમાં મધ અને લીંબુ ઉમેરી શકે. 

ફ્રીજ નું પાણી કદાપિ પણ ન પીવું જોઈએ એ આંતરડા સંકોચે છે, ગળા ના રોગ કરી શકે, વધુ ઠંડુ પાણી દાંત ના પેઢા ને પણ નુકશાન કરી શકે. કોઈ ને ત્યાં ગયા અને જો એમના ઘરે સાદું પાણી ન હોય, તરસ લાગી હોય તો એવી સ્થિતિ માં પણ ફ્રીજ નું પાણી તમારી સામે ધરતા એને સામાન્ય તાપમાન નું થાય પછી જ લેવું હિતાવહ છે. 

૩) મળત્યાગ - ઉષાપાન પછી મળ ત્યાગ જે અત્યંત અગત્ય નું છે, ભારતીય ટોઇલટ નો પ્રયોગ શ્રેષ્ઠ છે જેથી આંતરડા પર અને પેટ પર ભાર આવતા મળ ત્યાગ સરળતા થી થાય છે, વેસ્ટર્ન ટોઇલટ મા એ ખામી રહેલી છે. હવે જેના ઘરે આ રીત નું નથી કે માણસ જાડા હોય અને સમસ્યા થતી હોય તો વેસ્ટર્ન ટોયલેટ માં નીચે ટેબલ મૂકી પગ લટકતા ન રહે એનું ધ્યાન રાખે. 

4) અભ્યન્ગ(તેલ માલિશ) - તેલ માલિશ વિશે એવું કહેવાય છે જન્મ થી મરણ સુધી તેલ માલિશ કરવી જોઈએ. સંસ્કૃત માં આના માટે શ્લોક છે. - 

अभ्यङ्गं आचरेत् नित्यं


અર્થાત માલિશ તો રોજ આચરવી જોઈએ એ દિનચર્યા ના ભાગ હોવો જોઈએ. તલ નું તેલ માલિશ માટે શ્રેષ્ઠ છે, જે બારેમાસ ચાલી શકે. બાકી ઉનાળો ગરમ ઋતુ છે તો એમાં શીત ગુણ વાળું નારિયેળ તેલ માલિશ માટે વાપરી શકાય એ જ રીતે શિયાળો ઠંડી ની ઋતુ છે તો એમાં સરસ્યું ગરમ પ્રકૃતિ નું તેલ છે તો એ ઉપયોગ કરી શકાય. અલગ અલગ બીમારી કે માટે પણ અલગ તેલ જેમ કે અશ્વગંધા તેલ , મહા નારાયણ તેલ, ક્ષીર બલા તેલ વગેરે. 

માલિશ કરવાથી ચામડી પર કરચલી નથી પડતી, માલિશ એન્ટી એજિંગ નું કામ કરશે, હમેશાં યુવા દેખાવા માં મદદ કરશે, વધુ પડતી ચરબી ન થવા દેવા માં મદદ કરશે. સાંધા ના દુખાવા થવા નહિ દે અને હશે તો એમાં રાહત આપશે, આજ ના જે મુખ્ય રોગ હોય છે જેમ કે પેરાલીસીસ, ઓસ્ટીયો આર્થરાઇટ્સ, રહયુમિટેડ આર્થરાઇટ્સ, જોઈન્ટ પેઇન આ બધાથી બચી શકાય અને હોય તો એનું નિવારણ થાય. 

માલિશ વધુ પડતી ન કરવી જેથી હાઈ બીપી થાય, એટલું ઘર્ષણ ન કરવું જેથી બીપી વધે, વધુ પડતું ન દબાવવું જેથી દુખાવો થાય. 

માલિશ એક્યુપ્રેશર નું કામ કરે છે, એ થતા જ રાહત લાગે છે. 

5) વ્યાયામ: વ્યાયામ માં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે, એમાં બધી કસરત આવી જતી હોય છે, એનો બીજો ફાયદો એ કે સૂર્ય ના સવાર ના કોમળ કિરણો મળતા જે આજની મુખ્ય સમસ્યા વિટામિન ડી ની છે એના માટે તમારે કોઈ કમ્પની ની ટેબ્લેટ લેવાની જરૂર નહીં પડે. સૂર્ય ના કિરણો બોન ડેન્સીટી અને કેલ્શિયમ માટે સહાયક છે.  

6) દંત સુરક્ષા - દાંત ખૂબ અગત્ય નું અંગ છે જે ખોરાક ચાવવાનું કામ કરે છે, ભલે આ સામાન્ય કાર્ય લાગતું હોય પણ ચાવવાથી ખોરાક રસ માં પરિવર્તિત, વ્યવસ્થિત ચાવવાની ક્રિયા ન થતા પાચન માં સરળતા રહેતી નથી. એવી કહેવત છે કે ખોરાક પાણી ની જેમ લેવો અને પાણી ખોરાક ની જેમ. પાણી ધીરે ધીરે નાના ઘૂંટડા ની વાત કરી એવી જ રીતે ખોરાક ખૂબ ચાવી પાણી જેવો કરવો. આમ કરવાથી તમારા પાચનતંત્ર નું કાર્ય સરળ બને છે અને સાત ધાતુ ના વિભાજન માં જલ્દી પરિવર્તિત થાય છે. પાચનતંત્ર વ્યવસ્થિત કામ કરે તો 90% રોગો થી તમે બચી શકો. 

આના થી જ દંત સુરક્ષા અતિ મહત્વ ની છે. તેથી દાંતો માટે બજાર માં મળતા ઝેરીલા કેમિકલ વાળા ટૂથ પેસ્ટ થી સાવધાન રહેવું એનો ઉપયોગ ન કરવું એ ઉપરાંત આયુર્વેદિક ના નામે પણ બજાર માં અનેક ટૂથપેસ્ટ મળે તેમાં પણ એમનો સ્વાર્થ અને વ્યાપરવૃત્તિ રહેલી છે તેથી તેનાથી સાવધાન રહેવું અતિ આવશ્યક છે. દાતણ પ્રકૃતિ ની અનુપમ ભેટ છે જે દાંત ને ખૂબ મજબૂત રાખે છે. એ ઉપરાંત તમે સિંધવ મીઠું, લીંબુ, લવિંગ નો ભૂકો, તજ ની ભૂકી, સરસ્યું અને હળદર જેવી અનેક પ્રકૃતિ ના ખજાના સ્વરૂપ દાંત માટે ઉપયોગ કરી શકો છો. વિવિધ દંત મજન બનવવાની સરળ પદ્ધતિ પણ હોય છે, એ દ્વારા તમે બનાવી શકો, એના માટે હું અલગ થી આર્ટિકલ શેયર કરીશ. 

7) સ્નાન: જેમ ઉપર વાત કરી કે દંત સુરક્ષા માટે કેમિકલ વાળા ટૂથપેસ્ટ ની ભલામણ નથી કરેલ તેવી જ રીતે કેમિકલ વાળા સાબુ ન વાપરવાની ભલામણ છે. કાસ્ટિક સોડા ત્વચા ને નુકશાન કરે અને રુક્ષ બનાવે છે, નાના બાળકો ને તો બિલકુલ નિષેધ છે. સ્નાન માટે આપણે ત્યાં ભરપૂર વિકલ્પ છે, તમે મૂલતાની માટી નો ઉપયોગ કરી શકો છો, બેસન અને મલાઈ, દહીં અને મધ, ગરમ પાણી માં લીમડા ના પાન નાખી ચોળી ને નહાવું જોઈએ, હમેશા બહુ ગરમ નહિ અને અતિશય ઠંડુ ન હોય એ રીતે નહાવું, માથા પર ગરમ પાણી કદી ન રેડવું જેથી આંખો ને નુકશાન કરે છે. સાબુ ના વિકલ્પ મેં અમુક અહીં મુક્યા એવા વિવિધ વિકલ્પ ઘણા છે જે લોકો ના જીવન માં હોય છે બસ એક શોધ ની જરૂર છે દરેક ને જે દ્રષ્ટી વ્યાપક કરી જોઈ શકે છે. 

8) ભોજન - જેવું ખાય અન્ન તેવું બને મન આ કહેવત આપણે ત્યાં ઘણી પ્રચલિત છે, અન્ન દેવ અને અન્નપૂર્ણાં દેવી એટલું ઊંચું માન આપણા સમાજે આપેલ છે. અંગ્રેજી માં પણ કહેવાય છે જે મોડર્ન સાયન્સ થકી food ની impact જાણી શક્યા છે એ કહે છે કે food is consciousness. એટલે તમે જે જમો છો એ શું જમો છો, ક્યારે કેવી રીતે, કયા પાત્ર માં જમો છો, કયા પાત્ર માં બનાવેલું છે આ દરેક વસ્તુ ખૂબ અગત્ય નું છે. આહાર શાસ્ત્ર ઘણો વ્યાપક વિષય છે જેની મુખ્ય ચર્ચા અહીં કરીશું. માટી ના વાસણ ભોજન બનાવવા શ્રેષ્ઠ છે જેમાં બધા પોષકતત્વો જળવાય રહે છે. કાંસા ના વાસણ ભોજન કરવા માટે શ્રેષ્ઠ છે, આમ તો સોનુ અને ચાંદી પણ અગત્ય ના છે પણ એ મોંઘા હોવાથી દરેક ને પરવડી ન શકે. સોનુ ઉષ્ણ ધાતુ છે જ્યારે ચાંદી શીત ધાતુ છે. એટલે આયુર્વેદ માં વાત પિત્ત અને કફ પ્રમાણે ઘરેણાં ઓનું ભારતીય સમાજ પહેરવાનો રિવાજ છે જેમાં ગૂઢ વીજ્ઞાન છે. સોના ના હાર કે ચેઇન કે માળા છાતી ના ભાગ માં પેહરાય છે જે કફ નું સ્થાન છે તો કફ ને સંતુલિત રાખે તો ચાંદી ના કંદોરા કે જુડા પેટ ના ભાગ પર પહેરવામાં આવે જે પિત્ત નું સ્થાન છે જે પિત  ને સંતુલિત રાખે. 
ભોજન માં કેળા ના પાંદડા જે પાચન ક્રિયા માં મદદરૂપ થાય તો તાંબું રક્તસંચાર ક્રિયા કરી આપે છે. 

ભોજન આયુર્વેદ પ્રમાણે હમેશા હાથ થી કરવું જોઈએ, પાંચ આંગળી માં પંચ મહાભૂત હોય છે અને પંચ મહાભૂત થી મનુષ્ય શરીર બનેલ છે. મહાન વૈજ્ઞાનિક સી વી રામન નો જીવન નો એક કિસ્સો યાદ આવે કે એ અમેરિકા ગયા તો કોઈકે એમને ટોકેલ કે તમે છરી કાંટા અને ચમચી ઉપયોગ કેમ નથી કરતા એ જવાબ માં સી વી રામન કહેલું કે મારા મારા સિવાય કોઈ નથી વાપરતું જ્યારે છરી કાંટા ને ચમચી કોના મોઢા વડે વપરાયેલ એ તો ગની પણ ન શકાય. 

ભોજન માં પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ ના વાસણો ન વાપરવા. પ્લાસ્ટિક માં ગરમ રસોઈ પીરસતા માઈક્રો લેવલ પર પ્લાસ્ટિક ઓગળે છે અને વર્ષો સુધી એના પ્રયોગ થી આગળ જતાં કેન્સર પણ થઈ શકે છે. 

માઇક્રોઓવન માં રસોઈ એ પણ ખૂબ નુકશાનકારક છે. એના રેડિયેશન પણ શરીર અને સ્વાસ્થ્ય ને નુકશાન કરે છે. ધીમા તાપે ભોજન ચઢે એ સ્વાસ્થ્ય વર્ધક હોય છે ઍટલે માટી ના વાસણ માં સમય લાગે પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક છે. 

ભોજન માં વપરાતા મસાલા બાબુ ગ્રાઈન્ડ કરતા એને ઇલેક્ટ્રિક એપ્લાયન્સ દ્વારા ગરમી મળતા એના પોષકતત્વો નષ્ટ થાય છે જો કુટેલા મસાલા નો ઉપયોગ કરો એ જ શ્રેષ્ઠ. એ જ રીતે દેશી ગોળ, ખાંડ ની જગ્યા એ સાકર કે ગોળ નો ઉપયોગ કરવો. ખાંડ બનાવવાની પદ્ધતિ માં પણ અનેક કેમિકલ પ્રોસેસ રહે છે જે નુકશાન કારક છે. તેલ પણ કાચી ઘાણી નું વાપરવું અને રિફાઇન્ડ તેલ બને ત્યાં સુધી ન વાપરવું. મીઠા માં પણ સિંધવ મીઠા ના ઉપયોગ કરવો. લોટ પણ પથ્થર ની ઘંટી માં દળેલ તો પૌષ્ટીક છે, જેમ આગળ વાત કરી મોટી મિલ દળતા દરેક ધાન્ય માં પોષકતત્વો નાશ પામે છે. શાકભાજી નો ઉપયોગ પણ ઋતુ પ્રમાણે જે નજીક ના ક્ષેત્ર માં ઉપલબ્ધ લેવું, જે ત્યાં ની પ્રકૃતિ આપે તે જ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. શાક બહુ જીનું સમારતા પણ એના પોષકતત્વો નષ્ટ થાય છે. 

ભોજન નો સમય પણ એક સરખો રાખવું, રોજ અલગ સમયે ન કરવું. ભોજન નીચે બેસી શાંત મને ખાવું. ચિંતા કે મોબાઈલ વાપરતા કે ટીવી જોતા ન વાપરવું. જમતા સમયે દરેક પ્રકાર સાથે જમતા લોકો સાથે તકરાર કે દલીલ ટાળવી. બહાર નું ભોજન હોટલ ના મળતું મસાલા વાળું ભોજન, કહસ કરી જંક ફૂડ ન લેવું. વધુ સમય થી આવા ભોજન લેતા શરીર માં આમ બને છે અને આગળ જતાં એ નુકશાન કરે છે અને રોગ પેદા કરે છે. આગળ જણાવ્યા મુજબ ભોજન ખૂબ ચાવી કરવું. ભોજન ના અંત માં પાણી ન પીવું. પાણી અંત માં લેતા ગેસ બને છે જે વિષ સમાન આયુર્વેદ માં કહેલ છે. જ્યારે છાસ ની ભલામણ કરેલ છે. भोजनान्ते तक्रम, वैद्यस्य की प्रयोजनम। અર્થાત ભોજન ના અંત માં છાસ લેવામાં આવે યો વૈદ્ય ની જરૂર નથી પડતી. છાશ પાચન માટે અતિ ગુણકારી છે અને પાચન શ્રેષ્ઠ બનતા દરેક મુખ્ય ઉદભવતા રોગ ને ટાળી શકાય. ભોજન ના અડધા કલાક પેહલા આદુ નો નાનો ટુકડો સિંધવ મીઠા સાથે લેતા જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ ઊઘડે છે. 

9) નિંદ્રા - આયુર્વેદ માં આહાર, બ્રહ્મચર્ય અને નિદ્રા એ સ્વાસ્થ્ય ના ત્રણ સ્તંભ કીધા છે, તેથી નિંદ્રા નું મહત્વ સમજી શકાય. પૂરતી ઊંઘ લેવાથી શરીર ના દરેક કોષ રિજુવેનેટ થાય છે. બહુ મોડા ઉજાગર ન કરવા, મોડું સુવાથી અનેક રોગ ને શરીર આમંત્રણ આપે છે. પાચન ક્રિયા મંદ થાય છે, આંખો માટે નુકસાનકારક છે, વાળ ઉતારવાની સમસ્યા પણ ઉદભવે છે. 

રાત્રે જલ્દી સૂવું, ચિંતા વગર સૂવું, પ્રભુ નું સ્મરણ પોતાને ચિંતા થી મુક્ત કરવું. સારા પુસ્તક કે ઘરે સારી વાતો કરવી, સુવિચાર કરવા.

રાત્રે સૂતી વેળા એ દેશી ગાય ના ઘી કે તલ ના તેલ એક ટીપા નાક ના નસકોરા માં નાખવા, નસ્ય ના ફાયદા અઠળક છે. Insomania, epilesy, અનિદ્રા, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, સાયકોલોજીકલ પ્રોબ્લમ વગેરે માં મદદ રૂપ થાય છે. એવી જ રીતે પગ ના તળિયે તલ ના તેલ ની કે દેશ ગાય ના ઘી ની કાંસા ની વાટકી અથવા એ ન હોય તો હાથ થી માલિશ કરવી, એનાથી આંખો નું તેજ વધે છે, પગ ના દુઃખવા માં રાહત થાય છે, ઊંઘ સરસ આવે છે. 
સુવા માં હમેશા કોટન ના ગાદલા વાપરવા, જે અત્યાર વિવિધ જાત ના ફેન્સી ગાદલા મળે તે પરસેવો શોષતા નથી અને ઊંઘ માં આરામ નથી મળતો ઉપર તબી કમર ના દુખાવા વધે છે. 

માથા આખું ન ઢાંકવું, હવા મળે એ રીતે ઓઢવું. એસી પંખા ની શરીર ને આદત ન લગાડવી જેથી શરીર માં સીધી એને હવા મળતા વાત વધે અને શરીર માં અમુક અંગ પર પ્રકોપ વધતા દુખાવો ઉતપન્ન થાય છે. તક મળીયે કુદરતી હવા લેવી, ઉનાળા તમે બહાર સુઈ શકો પ્રકૃતિ ની ખોડા માં કોઈ રોગ થાય કુદરતી હવા મળે અને નિરોગી જીવાય. 

બધાએ લેખ વાંચ્યો એ માટે આભાર 💐

દરેક મિત્ર જેને આ સ્વાસ્થ્ય સંવાદ સાંભળવો હોય તે આ નીચે આપેલ લિંક પર ક્લિક કરે. 

https://youtu.be/oG-cvVy3J74



Tuesday, 11 August 2020

श्रीकृष्ण जीवनलीला - संक्षिप्त सार


जो सबको आकर्षित करे वह है कृष्ण, योगियों के योगी, परम् योगी। जिसकी लीला से पूर्ण विश्व मोहित है। वह है परम् योगी पूर्ण अवतार श्री कृष्ण।

जो अवस्था प्राप्त करने के लिये कई योगियों को एकांत में ध्यान करके पूरे जीवन के अंत मे जो स्तिथि प्राप्त होती है वह भगवान श्रीकृष्ण ने संसार मे रहते जीवन के शुरुआत में प्राप्त करते है वह है उनका सर्वोच्च दर्शन। संसार के सब सद्कर्म करते है फिर भी मोह से ग्रसित नही होना यह पूरे मानव समाज के लिये अद्भुत उदाहरण ओर युगों से मार्गदर्शन देता रहा है।

उनकी बाल्य अवस्था मे ही गोकुल के मखन, घी और अर्थव्यवस्था वही रहे और बाहर कंस के पास न जाये यह लोकल अर्थव्यवस्था को मजबूत करते थे बाल गोपाल, जो भी मखन होता है वह अपने सखा में बाट देना पर शोषण का भाग न बनना वह बताते है भगवान गोविंद। काल्या नाग को उस क्षेत्र के पानी का अधिकार नही पर जन सामान्य को हे। अपनी लोकल संपति को बचाना ओर जनसमूह के लिये प्राकृतिक संसाधन को उपयोग करना न कि कोई एक व्यक्ति ओर संस्था के लिये जो आज हो रहा है, जहा वह क्षेत्र के लोगो को अधिकार नही होता पर बाहर के संस्था कम्पनी को अधिकार दिया जाता है। क्षेत्रिय संपदा के सबसे पहले अधिकार जो होता है वह है उधर के लोगो का न कि बाहर के कोई एक व्यक्ति ओर संस्था का वह बताते है किशन कनैया। स्थायी लोगो का स्थायी संपदा पे पहला अधिकार उसमे ओर आगे उदाहरण देते गोवर्धन पर्वत का उधर के जनसमूह पे पहले अधिकार देके न कि बाहरी व्यवस्था का। हर प्राणी के अधिकारी के लिये बड़े व्यवस्था के सामने खड़े होते है और पूरे विश्व के अप्रितम उदाहरण स्थापित करते है गिरधर।


गौ माता के साथ घूमना, उनको प्रशन्न रखना परमयोगी रहके भी गौ माता की सर्वाधिक सेवा करना यह पूरे विश्व को गौ माता का महत्व बताते है ओर स्वयं को बताते है गोपाल। तभी से भारतीय संस्कृति उन्नत बनी गौ माता की सेवा करके ओर सुख समृद्धि प्राप्त करके। बंसी बजाते है गौ को प्रसन्न करते है, ग्वालो को प्रसन्न करते है, गोपियों को प्रशन्न करते पूरे विश्व को मधुर संगीत देते है। भारतीय संगीत को और भी समृद्ध करते है जो कि पूरे विश्व को अद्भत भेट है। गोपियों के साथ नृत्य करते है कीर्तन करते है और नाट्यशास्त्र को ओर उन्नत करके मानव कल्याण को निरंतर कल्याण कारी कला देते रहते है नटवर।


कंस के अत्याचार से मुक्त करना, लोकजीवन में आनंद भरना, भ्रष्ट व्यवस्था को सुव्यवस्था में परिवर्तित करना पर उसका स्वामी न बनना ऐसे अद्भुत निर्मोहित गुण के स्वामी है लीलाधर।

राधा कृष्ण का प्रेम निस्वार्थ ओर त्याग का प्रतीक युगों से है जो विश्व को प्रेम का अदृतिय प्रेम का संदेश देता है कि प्रेम का अर्थ अधिकार नही परन्तु त्याग समपर्ण है। प्रेम के सत्य स्वरूप का आचरण  द्वारा शिखाते है राधास्वामी।

सुख, शांति और समृद्धि का सामुहिक जीवन और उसकी व्यवस्था का स्थापन का अलौकिक उदाहरण द्वारका नगरी बसा के इस विश्व को ओर एक अति सुंदर भेट देते है द्वारकाधीश।

दूर कहि भी अन्याय होता है तो द्वारका छोड़ के जरासंघ ओर दुर्योधन के अन्याय पूर्वक व्यवस्था का अंत करने लोककरुणा के लिए पांडवो का साथ देने अपने कष्टो की कभी चिंता न करना पर परोपकार जीवन कैसे जीना यह बताया माधव ने।

पूरे जीवन का सार उन्होंने श्रीमद भगवत गीता स्वरूप दे दिया जो कि अर्जुन को जीवन संदेश के रूप में है परंतु उस स्वरूप में पूरे विश्व को अनुपम भेट मिली जो युगों से महापुरुष ओर जन सामान्य जो जीवन जीने की कला शिखाते है। भारतीय लोगो ने युगों से उसका अनुकरण किया यहां आर्ट ऑफ लीविंग की अलग क्लास की कोई जरूरत नही यहां के हर व्यक्ति जो गीता जीवन मे उतारे वह साधारण जन आर्ट ऑफ लिविंग का चलता फिरता उदाहरण है। ग्वाल समाज हो या क्षत्रिय या योगी या प्रशासक हर समाज के व्यक्ति को प्रेरणादायक जीवन जीने का पथदर्शक है भगवान पूर्ण पुरषोत्तम कृष्ण।

युगों से धर्म की स्थापना के लिए लड़ना मिट जाना शिखाते है भगवान कृष्ण और उनके मधुर ओर दिव्य संदेश है भगवद गीता।

गीता सबके लिये अविरत प्रेरणा स्त्रोत रही वह शंकराचार्य हो या स्वामी विवेकानंद या महर्षि अरविंद या महर्षि रमण,  लोक मान्य तिलक या महात्मा गांधी या विनोबा जी। सबका मार्गदर्शन मा के स्वरूप से युगों करती रही श्रीमद भगवदगीता।

कृष्ण का जीवन भक्ति रस है ज्ञानमय है योगमय है, सर्वोत्तम कर्मयोगी है। हजारो साल से अनेक संत निरंतर लिखते आये, गाते आये आने वाले समय मे भी यह गुणगान चलेगा लोगो को जीवन मे प्रेरणा देगा, मार्ग दिखायेगा, आत्मा से परमात्मा का मिलन करवायेगा, समाज को अनेक लाभ देगा। यह स्तुति का कदापि अंत नही होगा। में मेरे शब्दों को यहां विराम देता हूं। जय श्री कृष्ण 

Monday, 27 April 2020

અધ્યાત્મ - ફ્રીડમ ફ્રોમ ચોઇસ



વ્યક્તિ ને સાચા સુખ ની અનુભૂતિ કરવી હશે તો એ અધ્યાત્મ જ કરાવશે, એવી જ રીતે રાષ્ટ્ર ને પણ સર્વોદય કરવો હશે તો અધ્યાત્મ જ કરાવશે. એ રાજીનીતિ, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે કોઈ નહિ કરાવી શકે એટલે ભારત માં એક અધ્યાત્મ માટે શબ્દ ઉપયોગ થયો એ ધર્મ એટલે ધર્મ ને આધીન કઈ પણ વસ્તુ હસે તો એ સર્વોદય કરશે. દરેક જ્ઞાન ધર્મ ને આધીન હસે , સત્ય ને આધીન હસે તો અસત્ય નહિ થવા દે, ખોટું નહિ થવા દે.

જે આ ને સમજે એ પછી વિકલ્પ માં નહિ પડે. એ નહિ વિચારે કે મોદી સારો કે સારો નેહરૂ, એ નહીં વિચારે કે મુકેશ અંબાણી સારો કે રતન ટાટા સારો, એ નહિ વિચારે કે કોમ્યુનિસ્ટ સારી કે કેપિટાલિઝમ સારું, હિન્દૂ સારો કે મુસ્લિમ સારો, કારણ આ બધી વાતો જેને આધુનિકતા માં કહેવાય છે કે ફ્રીડમ ઓફ ચોઇસ, જ્યારે અધ્યાત્મ સાથે વાત કરીશું તો ફ્રીડમ ફ્રોમ ચોઇસ ની વાત થાય છે. 

ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી વાત ફન્ડામેન્ટલ કે બેઝિક વાત થાય છે પછી જીવન જે જીવાય છે એ કોઈ રાગ દ્વેષ થી નથી જીવાતું પછી સંસાર માં કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા ને ગાડ દેવાનું મન નહિ થાય પણ પોતાનું જીવન નું સ્ટેયરિંગ એ દિશા માં જ જશે કે જેમાં વ્યક્તિગત કલ્યાણ હોય કે વિશ્વકલ્યાણ હોય. ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી માયા થી મુક્તિ મળે,પોતાના માં સ્થિર થઈ પોતાને જોઈ શકે કારણ કે ચોઇસ તમને અટકાવે. તમને ડેમોક્રેસી, કમ્યુનિઝમ ગમવા લાગે તો ભલે એમાં કરોડો નું શોષણ થતું હોય તમારા માટે ગાહ્ય છે, ટેકનોલોજી ગમવા લાગે તો પણ આજ થાય. શાસ્ત્ર માં રાવણ નું ઉદાહરણ બહુ મોટું છે જ્ઞાની હોવા છતાં આસક્તિ થઈ પડી એટલે ચોઇસ માં પડી ગયો, પોતાની રાણી હોવા છતાં સીતા માતા પર દ્રષ્ટિ કરી, એના કરતાં પણ એની આસક્તિ એના અહંકાર માં વધુ હતી કે નષ્ટ થઈ જઈશ પણ સામે આવેલા પ્રભુ ને નમું નહિ. આપણે સાથે પણ એ જ થઈ રહ્યું છે. પેહલા ચોઇસ બનાવીએ છે, પછી એ ચોઇસ દુનિયા માં સૌથી શ્રેષ્ઠ છે એવા અહંકાર ને સંતોષવા જીવન જીવીયે છે પણ સુખ મળતું નથી, પૂર્ણતા મળતી નથી. એટલે બહુ ઉદાહરણ જોવા મળે કે મોટા મોટા ઉદ્યોગપતિ આત્મહત્યા કરે છે, મોટા મોટા રાજનેતા અસંતોષી હોય છે. 

આજે મનુષ્ય માં સંતોષ નથી દરેક વસ્તુ પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ એ વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય કે રાજનીતિ હોય પણ મનુષ્ય અટવાયેલો આના માટે કોઈ એ વ્યક્તિ જવાબદાર નથી. મહાન મહાન ચિંતકો કે નેતાઓ થયા ખૂબ મગજ દોડાવ્યો પણ જો અધ્યાત્મ માં ચુકી ગયા તો એમનું શાસ્ત્ર છેવટ નું સુખ ન આપી શક્યું, એક ઝમેલો ઉભો કર્યો જેમાં મનુષ્ય અટવાતો ગયો ઉદાહરણ આપું તો છોકરો જન્મે તો શિક્ષણ આપવાનું, આપણું અધ્યાત્મ કહે છે કે વિદ્યા એ જે મુક્ત કરે પણ આ શિક્ષણ વધુ બંધન માં નાખે, વ્યક્તિ ને વ્યવસ્થા ને આધીન કરી દે. કારણ કે બે ટાઈમ પેટ ભરી આત્મચિંતન માટે સમય જ નથી, આ વ્યવસ્થા તો હરીફાઈ કરતા શીખવાડે છે, બીજા ના કાર્ય કરતા મારુ કાર્ય શ્રેષ્ઠ, બીજા રાષ્ટ્ર કરતા મારો રાષ્ટ્ર શ્રેષ્ઠ,  બીજા ની જીવનશૈલી કરતા મારી જીવનશૈલી શ્રેષ્ઠ અને પોતાના ના વાળા માં જ જીવ્યા કરવાનું મુક્તમને નથી જીવાતું. 

એટલે જ આ દેશ માં અધ્યાત્મ પર બહુ ભાર મૂકવામાં આવ્યો કે તમે મુક્ત થાવ.  મુક્ત નહિ થાવ તો પોતાના વિચારો ની બાઉન્ડરી બનાવશો એ બાઉન્ડરી ને શ્રેષ્ઠ માનશો, કોઈ નવીન વિચારો ઘુસવા નહિ દો. પોતાને શ્રેષ્ઠ માનતા અંદર થી હિસંક બનશો અને માનસિક હિંસા આવતા જ સત્ય થી દુર જશો.

હું પોતે પણ આ લખું છું એનો અર્થ એ નથી કે માયા થી હું મુક્ત છું કેટલી વાર ભટકાય જાઉં છું અભ્યાસ પછી સ્વ નિરીક્ષણ થવા માંડે છે એટલે ચિંતન થાય છે પણ એ ચિંતન સહજ નથી એને કરવું પડે છે એટલે સત્ય થી દુર ઘણો છું છતાં પ્રયાસરત છું એક એક શ્વાસ નીકળે એ આત્મકલ્યાણ માટે હોય વિશ્વકલ્યાણ માટે હોય અને માયા થી મુક્ત પોતાને કરું કઈ જીવન ને આદર્શ બનાવું એવી પ્રભુ મને અને બધા ને શક્તિ આપે. 

Friday, 24 April 2020

નાના વાયરસે તો ભારે કરી



આવી પડી આ કેવી ઘડી, નાના વાયરસે તો ભારે કરી

ક્યાં ગયો માનવી વિજ્ઞાન નો તારો અભિમાન, સાબિત થયો હવે તો તું લાચાર

સમગ્ર સૃષ્ટિ વિચરે આજે મુક્ત મને કેદ તને કરી, હવે ન બતાવ મોટા અર્થશાસ્ત્ર ના આંકડા હજી 

તારા દેખાડા નું જીવન નિષ્ક્રિય થવાથી, આજે પ્રકૃતિ પાછી ખીલી ઉઠી

જીવવા દે જે હવે એને, ન એની સાથ બાથ ભરવી કદી

એને હાની પહોંચાડતા તારુ જ અસ્તિત્વ અઘરું બનશે ફરી

कोरोना - प्रकुति हमे कुछ सीखा रही है।





कोरोना के लिये सरकारी कुछ आंकड़े देखे तो भारत मे कोरोना फैला कहा और ज्यादातर जो राज्यो में फैला उसका एक निष्कर्ष बनता है जो यहा रखा गया है। 

भारत मे सबसे ज्यादा प्रभाव उन्ही क्षेत्रो में हुआ जिनको हम ज्यादा डेवलप मानते थे। जैसे महाराष्ट्र, दिल्ही गुजरात। तो यह पता चलता है कि आपत्ति के समय आपका विकास या तथाकथित विकास काम नही लगता ओर यह सिर्फ भारत की बात नही आप दुनिया पे नजर उठा ले यह वही ज्यादा फैला जहा डेवलपमेंट का डंका पूरी दुनिया मे गूंज रहा था। जैसे अमरीका, स्पेन, इटली, जर्मन, इंग्लैंड, फ्रांस और चीन जिसने विकास के लिये ही जीना शुरू कर दिया था। 

ठीक है अब भारत की बात करे और क्या सीखे उसपे नजर करते है। 

भारत मे भी यह फैला ज्यादा अर्बन भारत मे न कि रूरल भारत मे अर्थात इंडिया में फैला न कि भारत मे क्योंकि गांधीजी कहा करते थे असली भारत गाँव मे बसता है जो कि आज यह बात साबित भी हुई। 

कोरोना से भारत बचा हुआ से अर्थात रूरल इंडिया और अर्बन इंडिया चपेट में आ गया।

भारत के शहरों और बड़े शहरों में तेजी से बढ़ा, जितना बड़ा शहर उतना ज्यादा आंकड़े दिखाई देते है या संक्रमण भी उधर ही ज्यादा हुआ, जैसे मुम्बई ओर दिल्ली सबसे ज्यादा प्रभावित क्षेत्र रहे और भारत के बड़े शहर का भी यही हाल है। 

जहा इंटरनेशनल एरपोर्ट या टूरिज़्म या आवागमन ज्यादा रहता है लोगो का। उसके आंकड़े भी साफ दिखाई देता है कि प्रभाव बढ़ा जिसमे मुम्बई, दिल्ही, अहमदाबाद, इंदौर, आगरा वगेरा। 

आज भी रूरल एरिया कोरोना से प्रभावित नही हुआ यह कोई भी राज्य के आंकड़े से आपको पता चल सकता है या जो राज्य को पिछड़ा मानते है वहा उतना संक्रमण नही हुआ जैसे बिहार, छतीसगढ, ज़ारखण्ड या पूर्वांचल के राज्य। 

अब रूरल इंडिया की बात करे या पहाड़ी क्षेत्र की तो यहां प्रभाव कम होने का कारण जनसंख्या की घनता कम होना, गाँव मे लोग ऐसे भी सेल्फ आइजोलेशन में ही जीते है तो संक्रमण भी कम होना। 

जो लोकड़ाउन में सरकार समजा रही है कि कैसे जीना वैसे हमारी पुरानी गाँव की परंपरा याद आती है जैसे हाथ न मिलाना उसके जगह नमस्कार करना जो कि योग की एक मुद्रा है और भारतीय परंपरा में हजारों साल से चली आती है।  सोश्यल डिसटनसिंग का पालन करना जो कि गाँव मे भीड़भाड़ इतनी रहती नही ओर शॉपिंग कल्चर उतना है ही नही। 

घर का खाना, जो भारत में हजारो साल से परम्परा रही जो आधुनिक भारत के शहरों में रेस्टोरेंट द्वारा समाप्त हुई पर गाँव मे अभी भी है। 

गर्म पानी पीना , कुछ जड़ी बूटी जैसे निम, गिलोय, हल्दी वगेरे जो भारत मे आयुर्वेद के जरिये हजारो साल से भारत मे इसका खूब प्रचार रहा। 

अगर मास ट्रांसपोटेशन न हो इसकी असर पर्यावरण पे भी देखने को मिली और सारी प्रकृति अपने आप सुंदर बनने लगी। 

कोरोना की असर ओर आंकड़े दिखाने लगे कि हमारी व्यवस्था अर्थात गाँव स्वावलंबी हो तो यह व्यवस्था न सिर्फ इन महामारी के समय काम आती है पर पर्यावरण को भी सुरक्षित रखती है। 

अब समझना यह है कि सरकार की जो नीतियां रही के गाँव छोड़ छोड़ के लोग शहर में रोजगार के लिये जाते है तो नीतियां बदले जिसके लिये मास माइग्रेशन करना न पड़े। गाँव को स्वावलंबी करे जिसके लीये मास ट्रांसपोटेशन कम हो, इससे आपको न कि सिर्फ ऐसे समय मे लोगो को अपील कर कर थकना पड़े की घर मे रहे पर हमेशा के लिये पर्यावरण की समस्या भी काफी देश मे कम हो, जैसे दिल्ही में तो सांस लेना भी मुश्किल है कोरोना जाये तो भी आप का काम नही कम होने वाला ओर ऐसे देश के दूसरे शहर में भी खतरे की घण्टी बज ही रही है।

दूसरा मास ट्रांसपोर्ट कम होने से आपका ऑइल इम्पोर्ट बंध हो जायेगा जिसका देश को आर्थिक फायदा कितना होगा और पर्यावरण का फायदा तो अनमोल है उसका तो कोई मोल हो नही शकता।

ज्यादातर लोग कृषि से जुड़े हो, घर के आंगन में गाय हो , गाँव मे जीने के जरूरी सामान उपलब्ध हो तो जीना कहा मुश्किल है, यह भागदौड़, कॉम्पिटिशन किसके लिये, प्रकृति को हराकर एक दूसरे देश नम्बर 1 बनना चाहते है जिसमे सभी घाटे में ही जा सकते है।  हमारे तो सभी भगवान या महापुरुष सादगी का जीवन जिये ओर उसको धारण करने को कहा न भोग की बात कही फिर क्यों इतनी भागदौड़ जिसमे मानवजात अपने को ही हराने में लगा हुआ है।

अभी भी प्रकृति इशारा कर रही है समझ जाये ओर मनुष्य अपने को बचा ले यह छोटे से वायरस आगे आप की सब टेक्नोलोजी फीकी लगने लगी है तो प्राकुतिक जीवन ही मनुष्य के आगे एकमात्र मार्ग है।

Friday, 20 March 2020

ચકલી - એક દિવસ આપી આ શું અહંકાર બતાવ્યું



આજે ચકલી નો દિવસ આવ્યો, માણસાઈનો તો કોઈ દિવસ ન વાવ્યો.

જો માણસાઈ ના દિવસ હોતા તો ચકલીના એક નહીં પણ સદા એના દિવસો રહેતા. 

બાળપણ તારી સાથે વિતાવ્યું, આંગણ માં દેખી, સાંભળી હર્ષ હું પામતો.

ખૂણા માં જઇ ક્યાં રડી લઉં આજે, અમારી પ્રગતિ ને લડી લઉં આજે. 

આંખો તરસે તને દેખવા, પણ ખેતરો માં ઝેર તો અમે જ છાંટયું, ટાવર લગાડી તારું જીવન અમે જ બાળ્યું.

આજે તને એક દિવસ આપી, અમે તો અમારું અહંકાર બતાવ્યું. 

Saturday, 7 March 2020

પોતાના પર ધ્યાન ધરી લઉં





ક્યાંક ૐ નું ધ્યાન ધરી લઉં, ક્યાંક રામ નામ નું જાપ કરી લઉં, આ વિચારો ના પહાડ ને તોડવા આ શસ્ત્ર નો ઉપયોગ કરી લઉં.

મનનો વિચાર તો ઘડીક આવે ઘડીક જાવે, કામ વિના ની ઉર્જા બાળે, એને બચાવવા કોઈ મહા મંત્ર નું રટણ કરી લઉં.

એક જગ્યા પર બેસી મનની પાંખો આખા વિશ્વનું ભ્રમણ કરે, મનને રોકી એ જ જગ્યા નો અનુભવ કરી લઉં.

વિશ્વ ને ઓળખવા નીકળ્યું મન, પણ હવે એ પેહલા પોતાને ઓળખી લઉં, પોતાના પર જ ધ્યાન ધરી લઉં.

ખાતા, પીતા, ઉઠતા, બેઠતા કોઈ જોડે વાત કરતા આ બધી ક્રિયા માં રહી લઉં, આ સઘળા કાર્ય દરમિયાન હવે બીજે ક્યાંય ન ભટકી રઉ.

આંખ દેખે, કાન સાંભળે પછી મન પાંખો ખોલે પણ હવે તો નાડીઓ પર ધ્યાન ધરી દઉં, પતંજલિ ના સૂત્ર પર કામ કરી લઉં.

સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...