વ્યક્તિ ને સાચા સુખ ની અનુભૂતિ કરવી હશે તો એ અધ્યાત્મ જ કરાવશે, એવી જ રીતે રાષ્ટ્ર ને પણ સર્વોદય કરવો હશે તો અધ્યાત્મ જ કરાવશે. એ રાજીનીતિ, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે કોઈ નહિ કરાવી શકે એટલે ભારત માં એક અધ્યાત્મ માટે શબ્દ ઉપયોગ થયો એ ધર્મ એટલે ધર્મ ને આધીન કઈ પણ વસ્તુ હસે તો એ સર્વોદય કરશે. દરેક જ્ઞાન ધર્મ ને આધીન હસે , સત્ય ને આધીન હસે તો અસત્ય નહિ થવા દે, ખોટું નહિ થવા દે.
જે આ ને સમજે એ પછી વિકલ્પ માં નહિ પડે. એ નહિ વિચારે કે મોદી સારો કે સારો નેહરૂ, એ નહીં વિચારે કે મુકેશ અંબાણી સારો કે રતન ટાટા સારો, એ નહિ વિચારે કે કોમ્યુનિસ્ટ સારી કે કેપિટાલિઝમ સારું, હિન્દૂ સારો કે મુસ્લિમ સારો, કારણ આ બધી વાતો જેને આધુનિકતા માં કહેવાય છે કે ફ્રીડમ ઓફ ચોઇસ, જ્યારે અધ્યાત્મ સાથે વાત કરીશું તો ફ્રીડમ ફ્રોમ ચોઇસ ની વાત થાય છે.
ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી વાત ફન્ડામેન્ટલ કે બેઝિક વાત થાય છે પછી જીવન જે જીવાય છે એ કોઈ રાગ દ્વેષ થી નથી જીવાતું પછી સંસાર માં કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા ને ગાડ દેવાનું મન નહિ થાય પણ પોતાનું જીવન નું સ્ટેયરિંગ એ દિશા માં જ જશે કે જેમાં વ્યક્તિગત કલ્યાણ હોય કે વિશ્વકલ્યાણ હોય. ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી માયા થી મુક્તિ મળે,પોતાના માં સ્થિર થઈ પોતાને જોઈ શકે કારણ કે ચોઇસ તમને અટકાવે. તમને ડેમોક્રેસી, કમ્યુનિઝમ ગમવા લાગે તો ભલે એમાં કરોડો નું શોષણ થતું હોય તમારા માટે ગાહ્ય છે, ટેકનોલોજી ગમવા લાગે તો પણ આજ થાય. શાસ્ત્ર માં રાવણ નું ઉદાહરણ બહુ મોટું છે જ્ઞાની હોવા છતાં આસક્તિ થઈ પડી એટલે ચોઇસ માં પડી ગયો, પોતાની રાણી હોવા છતાં સીતા માતા પર દ્રષ્ટિ કરી, એના કરતાં પણ એની આસક્તિ એના અહંકાર માં વધુ હતી કે નષ્ટ થઈ જઈશ પણ સામે આવેલા પ્રભુ ને નમું નહિ. આપણે સાથે પણ એ જ થઈ રહ્યું છે. પેહલા ચોઇસ બનાવીએ છે, પછી એ ચોઇસ દુનિયા માં સૌથી શ્રેષ્ઠ છે એવા અહંકાર ને સંતોષવા જીવન જીવીયે છે પણ સુખ મળતું નથી, પૂર્ણતા મળતી નથી. એટલે બહુ ઉદાહરણ જોવા મળે કે મોટા મોટા ઉદ્યોગપતિ આત્મહત્યા કરે છે, મોટા મોટા રાજનેતા અસંતોષી હોય છે.
આજે મનુષ્ય માં સંતોષ નથી દરેક વસ્તુ પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ એ વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય કે રાજનીતિ હોય પણ મનુષ્ય અટવાયેલો આના માટે કોઈ એ વ્યક્તિ જવાબદાર નથી. મહાન મહાન ચિંતકો કે નેતાઓ થયા ખૂબ મગજ દોડાવ્યો પણ જો અધ્યાત્મ માં ચુકી ગયા તો એમનું શાસ્ત્ર છેવટ નું સુખ ન આપી શક્યું, એક ઝમેલો ઉભો કર્યો જેમાં મનુષ્ય અટવાતો ગયો ઉદાહરણ આપું તો છોકરો જન્મે તો શિક્ષણ આપવાનું, આપણું અધ્યાત્મ કહે છે કે વિદ્યા એ જે મુક્ત કરે પણ આ શિક્ષણ વધુ બંધન માં નાખે, વ્યક્તિ ને વ્યવસ્થા ને આધીન કરી દે. કારણ કે બે ટાઈમ પેટ ભરી આત્મચિંતન માટે સમય જ નથી, આ વ્યવસ્થા તો હરીફાઈ કરતા શીખવાડે છે, બીજા ના કાર્ય કરતા મારુ કાર્ય શ્રેષ્ઠ, બીજા રાષ્ટ્ર કરતા મારો રાષ્ટ્ર શ્રેષ્ઠ, બીજા ની જીવનશૈલી કરતા મારી જીવનશૈલી શ્રેષ્ઠ અને પોતાના ના વાળા માં જ જીવ્યા કરવાનું મુક્તમને નથી જીવાતું.
એટલે જ આ દેશ માં અધ્યાત્મ પર બહુ ભાર મૂકવામાં આવ્યો કે તમે મુક્ત થાવ. મુક્ત નહિ થાવ તો પોતાના વિચારો ની બાઉન્ડરી બનાવશો એ બાઉન્ડરી ને શ્રેષ્ઠ માનશો, કોઈ નવીન વિચારો ઘુસવા નહિ દો. પોતાને શ્રેષ્ઠ માનતા અંદર થી હિસંક બનશો અને માનસિક હિંસા આવતા જ સત્ય થી દુર જશો.
હું પોતે પણ આ લખું છું એનો અર્થ એ નથી કે માયા થી હું મુક્ત છું કેટલી વાર ભટકાય જાઉં છું અભ્યાસ પછી સ્વ નિરીક્ષણ થવા માંડે છે એટલે ચિંતન થાય છે પણ એ ચિંતન સહજ નથી એને કરવું પડે છે એટલે સત્ય થી દુર ઘણો છું છતાં પ્રયાસરત છું એક એક શ્વાસ નીકળે એ આત્મકલ્યાણ માટે હોય વિશ્વકલ્યાણ માટે હોય અને માયા થી મુક્ત પોતાને કરું કઈ જીવન ને આદર્શ બનાવું એવી પ્રભુ મને અને બધા ને શક્તિ આપે.

No comments:
Post a Comment