Friday, 20 March 2020

ચકલી - એક દિવસ આપી આ શું અહંકાર બતાવ્યું



આજે ચકલી નો દિવસ આવ્યો, માણસાઈનો તો કોઈ દિવસ ન વાવ્યો.

જો માણસાઈ ના દિવસ હોતા તો ચકલીના એક નહીં પણ સદા એના દિવસો રહેતા. 

બાળપણ તારી સાથે વિતાવ્યું, આંગણ માં દેખી, સાંભળી હર્ષ હું પામતો.

ખૂણા માં જઇ ક્યાં રડી લઉં આજે, અમારી પ્રગતિ ને લડી લઉં આજે. 

આંખો તરસે તને દેખવા, પણ ખેતરો માં ઝેર તો અમે જ છાંટયું, ટાવર લગાડી તારું જીવન અમે જ બાળ્યું.

આજે તને એક દિવસ આપી, અમે તો અમારું અહંકાર બતાવ્યું. 

Saturday, 7 March 2020

પોતાના પર ધ્યાન ધરી લઉં





ક્યાંક ૐ નું ધ્યાન ધરી લઉં, ક્યાંક રામ નામ નું જાપ કરી લઉં, આ વિચારો ના પહાડ ને તોડવા આ શસ્ત્ર નો ઉપયોગ કરી લઉં.

મનનો વિચાર તો ઘડીક આવે ઘડીક જાવે, કામ વિના ની ઉર્જા બાળે, એને બચાવવા કોઈ મહા મંત્ર નું રટણ કરી લઉં.

એક જગ્યા પર બેસી મનની પાંખો આખા વિશ્વનું ભ્રમણ કરે, મનને રોકી એ જ જગ્યા નો અનુભવ કરી લઉં.

વિશ્વ ને ઓળખવા નીકળ્યું મન, પણ હવે એ પેહલા પોતાને ઓળખી લઉં, પોતાના પર જ ધ્યાન ધરી લઉં.

ખાતા, પીતા, ઉઠતા, બેઠતા કોઈ જોડે વાત કરતા આ બધી ક્રિયા માં રહી લઉં, આ સઘળા કાર્ય દરમિયાન હવે બીજે ક્યાંય ન ભટકી રઉ.

આંખ દેખે, કાન સાંભળે પછી મન પાંખો ખોલે પણ હવે તો નાડીઓ પર ધ્યાન ધરી દઉં, પતંજલિ ના સૂત્ર પર કામ કરી લઉં.

Thursday, 5 March 2020

ચાલો આત્મશુદ્ધિ કરીએ






ચાલો આત્મશુદ્ધિ કરીએ, ચાલો આત્મશુદ્ધિ કરીએ, અહિંસા ના કઈક તો વિચાર આવે, કઈક તો એનું કાર્ય કરીએ...

રોજ મન ના મેલ ધોઇએ, રોજ હિંસા ના વિચાર આવે, રોજનું હિંસક જીવન હવે તો ત્યજીએ...

ઊંચી ઇમારત પહોળા રસ્તા રોજ પ્રકૃતિની હવે કેટલી હિંસા દેખીએ, ગામડું, ગાય-ભેંસ(ઢોર ઢાખર), ચકલી(પંખીઓ) યાદ આવે...

ગામડામાં વૃક્ષોની સાધના દેખીએે હવે શું કરવા શહેરો માં વૃક્ષો ને વીંધાતા દેખીએ...

ચાલો કૃષક, કુંભાર, માલધારી ને ફરી પ્રકૃતિ વચ્ચે રમતા દેખીએે, બાકી મોટા સાહેબોની હવે શુ કરવા હિંસા નિરખીએ..

કેટલા જુગથી એ જીવન થકી બ્રહ્મઋષિઓનું સર્જન કરતા, હવે તો સાધના ના વિચાર પણ ન આવતા, બહુ દૂર નીકળી ગયા ભાઈઓ, કઈક થોભી ને હવે તો આત્મશુદ્ધિ કરીએ..

Let us do self purification , let us do self purification, may we get non violent thought and will do work accordingly.    

Let we purify our dirty mind, as daily we are getting violent thought , now time has come to abdicate this violent life.

Skyscrapers and wideroad are cause of nature's death, now how much we can see as I remember my village, cattle and birds.

Let us go to the village to see sadhana of trees, now why we are in city to see daily killings of trees.

Let we go to see farmers, Potters herdmen are working in the harmony with the nature, now why we need to see daily violent of industrialists.

Since immemorial times, this system of sadhana produced several brahmrishis , now in pity situation we are not getting enough thought of sadhana, we went far ahead , now need to stop. Let us do self purification (आत्मशुद्धि)..


સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...