આના પેહલા હું આયુર્વેદ પર બે લેખ લખી ચૂક્યું છું પણ આ લેખ વિશેષ છે કેમ કે અગાઉ મારા લેખ મારો અનુભવ ન હતો પણ થીયરીટીકલ જ્ઞાન હતું
આ લેખ મારો છેલ્લા કેટલા વર્ષથી પોતાના પર પ્રયોગ કરેલા નો અનુભવ છે અને અનુભવ જ સાચું જ્ઞાન હોય છે અને વારંવાર અનુભવ થાય એ તો સત્ય જ્ઞાન સમુ હોય.
હવે મારા આયુર્વેદ ને કોઈ હાવર્ડ કે ઓક્સફર્ડ નો પ્રોફેસર કે કોઈ નોબલ પારીતોષક નકારે તો એના વાક્યો મારા માટે ધૂળ સમાં.
એનું જ્ઞાન એનો અનુભવ હોય શકે પણ મારા માટે તો એ માહિતી જ થઈ મારુ જ્ઞાન એ તો મારો અનુભવ અને મારો અનુભવ હું મારા સમાજ માં પીરશું કે આવનાર પેઢી ને આપું તો નોલેજ બિલ્ડીંગ કે નોલેજ સોસાયટી ની રચના થઈ કહેવાય.
અને આ દેશ માં નોલેજ સોસાયટી કે નોલેજ બિલ્ડીંગ હજારો વર્ષ થી બનતી ગઈ ઍટલે હવે કોઈ અમુક દસકા ના સંશોધન કરતા હજારો વર્ષથી આ પીરસતું જ્ઞાન જે મારા પ્રયોગો વડે મારા અનુભવ વડે જ્ઞાન બન્યું એ જ મારા માટે વધુ મહત્વ નું.
આયુર્વેદ નો મારો અભ્યાસ માત્ર માહિતી હતો પણ કેમ એ જ્ઞાન બન્યું એ હું અહિયા મુકું છું.
- જાન્યુઆરી 2020, થોડા દિવસ પેહલા એક ગૂમડું થયું પેઢા ની નીચે ના ભાગ માં, કારણ અજ્ઞાત છે કારણ કે બહાર નું કઈ આડુ અવડું ખાવા માં તો આવ્યું ન હતું, અને હું નાહવા માં પણ સાબુ નો ઉપયોગ નહિ કરીને ને ગેરું પાવડર કે માટી ગોબર નું સાબુ જ વાપરું, પણ રક્તદુષિત થયું હોય એમ જણાતું, કારણ કે એ ભાગ કાળો થઈ ગયો હતો અને એનો માપ મોટો હોવાથી બેસવા માં, કપડાં પહેરવામાં પણ તકલીફ પડતી. નાની સમસ્યા સમજી બે દિવસ ગેરું પાવડર લગાવ્યો પણ સમસ્યા ટળી નહિ પછી બે દિવસ હળદર લગાવી રાખતો છતાં સમસ્યા એ જ રહી, પછી બે દિવસ કુંવરપાઠું લગાવી ઉપર રૂ મૂકી આખો દિવસ રહેવા દેતો. દૂષિત રક્ત બધું બહાર આવી ગયું અને અંતે રાહત મળી. આમ તો સમયાંતરે પણ આવી નાની સમસ્યા મટી જતી હોય છે અને હળદર પણ એનો ભાગ ભજવ્યો હોઈ શકે. કુંવરપાઠું તો ચામડી ના રોગ માટે સર્વોત્તમ છે જ. આભાર આ પૂર્વજો ના ઘરેલુ ઉપચાર નો બાકી દસ વર્ષ પહેલાં તો એવી સ્થિતિ હતી કે આવી નાની સમસ્યા માં ડોકટર જોડે દોડી જવું અને કેમિકલ વાળી ટ્યુબ લખી આપે એ લગાવી એમ સ્ટીરોઇડ નું પ્રમાણ પણ હોય છતાં અજાણતા આ બધું કરી પૈસા ખર્ચી પણ અપ્રાકૃતિક ઉપચાર કરતા અને કઈ અવડી અસર નો ભય તો રહેતો જ.

- એપ્રિલ 2019, થોડા દિવસ પેહલા આંખો આવી હતી જેને અંગ્રેજી માં કંજકવાઈટીસ રોગ કહે છે, આંખો નો રોગ એટલે ડર રહે અને બળતરા પણ ખૂબ રહે. હું દેશી નુસખા નો હિમાયતી છું, એટલે મેં હળદર વાળું ગરમ પાણી ઠંડુ કરી એમાં સ્વચ્છ કોટન નું કપડું ભીનું કરી આંખો પર લગાવું. માટલા ના ઠંડા પાણી માં સહેજ મીઠું નાખી વારંવાર રૂ એમાં બોળી આંખો સાફ કરે રાખું. રાત્રે કે દિવસ દરમિયાન બટાકા ના નાના પૈતા આંખો પર લગાવી સુઈ જાઉં. ત્રિફલાઘૃત પણ લેતો.
આ નુસખાઓ ઘણા કારગર સાબિત થયા અને એક અઠવાડિયા માં હું પીડા મુક્ત થયો.
- કોમ્પ્યુટર પર આખો દિવસ ઓફીસ માં કામ કરવાનું, બાઇક લઈ ઓફીસ જવા માં કમર નો દુખાવો સામાન્ય થઈ પડે, અને સામાન્ય રીતે સાંભળવા પણ મળે કે કોઈ કહે મણકા ખસી ગયા તો કોઈ કહે ગાદી ખસી ગઈ તો કઈ કહે સર્વિકલ સ્પોનડિલિટીસ ની સમસ્યા. મેં કદી ચેક કરાવવા ન ગયો મને મેડિટેક કે એમના સોફ્ટવેર કરતા મારુ શરીર જ જાતે કહે કે શું સમસ્યા છે એના પર વધુ વિશ્વાસ જો બીમાર હોવ તો શરીર જાતે જ કહી દે અને ન હોવું તો સ્વસ્થ લાગે, લેબોરેટરી માં તો એવું બની શકે તો હોવ હું સાજો અને ડેટા બતાવે કે સમસ્યા છે, ઠીક છે. મુદ્દા ની વાત એ કે કમર દર્દ વાત નો રોગ સમજી એનું આયુર્વેદ પ્રમાણે સમન કરવા હું નિત્ય તેલ માલિશ કરતો, સાથે ભુજનગાશન, તીર્યકાશન, ધનુરાશન કરતો., સમય મળે તો સવાર માં સૂર્ય કિરણો લેતો અને સૂર્ય નમસ્કાર કરતો. અવાર નવાર જ્યારે સમસ્યા આવી ત્યારે મને આ બધા નુસખા થી રાહત મળી છે.
- મને છેલા કેટલા વર્ષ થી ચશ્માં હતા, આવવાનું મુખ્ય કારણ તો મોડર્ન લાઈફસ્ટાઈલ અને વાઇટ કોલર જોબ, છેલ્લા કેટલા સમય થી પ્રયત્ન વધુ મજબૂત કર્યા જેમ કે પગ ના તળિયે દેશી ગાય નું ઘી કે તલ નું તેલ, આંખો માં મધ લગાવ્યું, એક બાબા ની આંખો માં આંજવાની દવા લગાવી, દૂર સમય મળીયે કે અમુક સમય ના અંતરે કોમ્યુટર પર કામ કરતા હોય ત્યારે જોવાનું રાખ્યું, આંખો પટપટાવી પાણી આવે એવો પ્રયત્ન રાખ્યો, આંખો ની કસરત ક્લોક અને એન્ટી ક્લોક વાઇઝ , ચશ્માં જરૂર પડીયે ન પહેરવાની આદત રાખી. સવારે ઉઠી લાળ લગાવી, હાથ ઘસી આંખો પર લગાવી, હજી ચશ્મા તો ગયા નથી પણ ચશ્માં નું જે દુષણ છે એનાથી મુક્તિ મળી ગઈ. એના વગર કામ કરી શકું છું. હા જેમનું કહેવું એવું હોય કે સમય નથી તે તેમના માટે કઈ કામ નું નથી, કારણ કે સમય નો સદઉપયોગ તો ઘણો જોયો છે ક્રિકેટ જોવામાં, મુવી જોવા માં, સિરિયલ જોવા માં, મોબાઈલ માં ગેમ રમવામાં વગેરે પણ પોતાના સ્વાસ્થ્ય માટે સમય ન હોય તો કઈ કામ નું નહિ, અને ધીરજ પણ ભરપૂર જોઈશે.
- મસા નો રોગ લાગ્યો હતો, ઝાડા જઇ બેસી શકાતું ન હતું, ઝાડા માં લોહી આવતું હતું, પણ હળદર અને તલ ના તેલ ની પેસ્ટ બનાવી જ્યાં દુઃખતું હતું ત્યાં લગાવ્યું અને બે દિવસ માં જ રાહત થઈ.
- થોડા વર્ષ પહેલાં બાઇક લઈ જતા એક્સીડેન્ટ થયો અને એ પણ એક વખત નહિ બે વખત. જેમાં દુખાવો રહેતો. તેમાં હળદર નો લેપ, દેશી ગાય ના ઘી લસણ શેકી ગળી ગયો હોય દુખાવા ને શાંત કરવા, ગરમ પાણી ની ધાર, બરફ ઘસવો, પેઈન કિલર તરીકે આદુ કે લસણ, લક્ષુરાદી ગુગળ લેતો હતો. થોડા સમય માં સારું થઈ ગયું.
- આફ્રિકા માં ગયો તો ત્યાં બે વખત તબિયત બગડી ત્યારે પણ ગરમ પાણી હળદર આદુ વાળું, અને આદુ ચૂસે રાખતો, બે દિવસ આરામ કર્યો. જેમ હતો તેમ પાછો થઈ ગયો.
- આંખો દુઃખે ત્યારે ઠંડો પાણી વાળો રૂમાલ કરી અંધારા માં સુઈ જતો કે કાળી માટી ની પટ્ટી બનાવી ઉપર પાણી લગાવી સુઈ જતો. દુઃખાવો આમ મટી જતો.
- અશક્તિ માં અશ્વગંધા લેતો કે ચ્યવનપ્રાશ લેતો, સારું થઈ જતું.
- ગળા માં કે બહાર કઈ મસલ પેઈન થતી હોય તો પણ હળદર ની પટ્ટી કે પેસ્ટ લગાવતો.
- દાઢ માં ગમે ત્યારે દુઃખાવો થયો હોય ત્યારે લવિંગ એ જગ્યા મૂકી ચૂસે રાખું થોડા દિવસ કે એક બે દિવસ માં રાહત થઈ જતી કે અમુક વખત સરસવ ના તેલ ની માલિશ કરેલ છે અને આરામ મળેલ છે.
- કફ ખાંસી કે કઈ થાય ગરમ હળદર કે તુલસી વાળું પાણી પીતો. લવિંગ આખો દિવસ મોમાં રાખતો એનાથી વધી બીજી કોઈ દવા લેવાની જરૂર નહીં પડી. ખુબ ખાંસી આવી હોય ત્યારે હળદર મોમાં મૂકી પાંચ મિનિટ સુધી ચુપચાપ બેસી જતો અને રાહત મળતી અમુક સમયે હળદર ન મળતા આદુ નો ચૂસવાનો પ્રયોગ કરી આરામ મેળવેલ છે.
- પીઠ માં ગરમી નીકળી ત્યારે મુલતાની માટી કે એના આધારિત કેમિકલ વગર ના ફીણ ન થાય તેવા સાબુ કે પાવડર થી નાહવાનું શરૂ કર્યું અને એમાં રાહત છે.
- ચામડી નો કઈ દર્દ થયો હોય વાગ્યું કે ઇન્ફેક્શન થયું હોય એમાં લીમડો કે હળદર કે કુંવરપાઠું લગાવ્યું હોય અને રાહત થઇ હોય. મચ્છર કરડે અને ફોડલા બને ટુચકો અવારનવાર કરતો અને રાહત મેળવતો, અસહ્ય ખંજવાળ આવે તો કોપરેલ(નારિયેળ તેલ લગાવતો).
- ખીલ પર કે તૈલી(ઓઈલી) ત્વચા (સ્કિન) પર મુલતાની માટી થી મોઢું ધોવું અને દિવસ માં અવાર નવાર પાંચ થી દસ વખત મોઢું ધોઈ રાખું, ઓઈલી ત્વચા થી મળી જાય મને.
- માથા માં ખોડો થયો હોય ત્યારે દહીં કે છાસ નો ઉપયોગ કરી રાહત મેળવેલ છે.
- પેટ ની સમસ્યા માં ત્રિકટુ, હરડે કે ત્રિફળા થી જ રાહત મળેલ છે, અને કબજિયાત જેવું લાગે તો પાણી વધુ પી ને છુટકારો મેળવેલ છે.
- ઝાડા કે અતિસાર માં પેટ ને આરામ આપી કે ફળાહાર કે ખીચડી જેવું હલકો ખોરાક લઈ મટાડેલ છે.
આવા બીજા અસંખ્ય ઉદાહરણ જે સામાન્ય તાવ કે અશક્તિ લાગી હોય આટલા વર્ષો માં કે મસલ્સ પેઈન હોય તે આવા સામાન્ય ઘર ગથ્થુ ઉપચાર થી સારા કર્યા હોય. આવનાર વર્ષો માં હજી આ જ્ઞાન અને અનુભવ નો સતત વધારો થશે તે બધા સામે મુકતો જઈશ.
આ ઉપર લખેલા જે મેં અપનાવ્યા અને તે પણ છેલ્લા પાંચ છ વર્ષ માં, એટલે હું આમ બીમાર ઘણું ઓછું પડ્યો તેનો આભાર પણ આયુર્વેદ ના નિયમ પાલન અને ઉપર લખેલ દરેક ઉપચાર માં પરેજી તો પાડી જ હોય. હમણાં હું ત્રિદોષ કે ઋતુચર્યા કે દિનચર્યા માં નથી જતો જે એક લાંબો વિષય છે અને એની ચર્ચા મેં આગળ ના આર્ટિકલ માં કરેલ છે અને હું પોતે પણ એક આયુર્વેદ નો રસિક છું, આયુર્વેદ ને સમજવું અને પારંગત થવું એ ઘણી બુદ્ધિક્ષમતા નો વિષય છે છતાં આ પેઢીઓથી ઉતરી આવી અને સહજ બની ગયું આપના સૌ માટે જે આધુનિકરણ ના ચક્કર માં એને નકારતા લુપ્ત થઈ શકે.
આ હતું જે મેં અનુભવેલું આયુર્વેદ ઉપરાંત મેં કેટલાય લોકો ને કહી અને સારું થયું હોય એવા અસંખ્ય ઉદાહરણ છે, જેમાં મારી મમ્મી ને high bp માટે icu માં લઇ જવા ડોક્ટરે કીધું અને લસણ ની કળી ગળાવી, શાંતિ થી ધ્યાન કરવા કીધું અને અર્જુન પાવડર 1 ગ્રામ આપ્યો અને બીજા દિવસ સામાન્ય થઈ ગયું, કે મારી દીકરી જન્મી તરત પેટી માં રાખવાની ડોક્ટરે સલાહ આપી અને ન રાખતા સૂર્ય ના કિરણ બે દિવસ સુધી આપ્યા તો નોર્મલ થઈ ગયું. મારી પત્ની જે પથરી નો દુખાવો થતા અશ્મિહર અર્ક આપતા કે બીજી આયુર્વેદ દવા કરવા જતા એલોપેથી નું પગથિયું ચડવું ન પડ્યું. અમુક મિત્ર ના કેસ આવતા કે ક્રેટનીન લેવલ વધુ થી ગયું હોય અને વરુણાદિ કાસ્યમ કે પુનર્નવા, ગોખરુ અને ગોક્ષુરાદિ ગુગળ થી લેવલ નીચે આવ્યો હોય અને એમને મને જણાવ્યું હોય તેવું પણ ખરું। આ ઉપરાંત એવા મિત્રો કે ઓળખીતા ના પણ કદીક આવા ઉપચાર થી સારા થતા તો કેહતા કે સારું થયું પણ એવા ઘણા લોકો જેમને ઉપચાર કીધા પછી સંપર્ક થયો નહિ કે બતાવી ન શક્યા હોય તેવા ઘણાં કેસ છે.

આ બધા માટે, જય ધન્વંતરિ દેવ, ધન્ય મારા પૂર્વજો ને જેને આજની કોમ્પ્લિકેટેડ કે બ્રહ્મજ્ઞાન ગણાતી મેડિકલ સાયન્સ કરતા સામાન્ય મનુષ્ય સહજ રીતે પોતાનો ઉપચાર કરે એવી વ્યવસ્થા બેસાડી.