Monday, 25 March 2019

આધુનિકતા એ શું જીંદગી કરી !





રઘવાયો રઘવાયો આધુનિકતા માં હું હતો,
  જેટલી ગતિ જીવનને મળી એટલી તો નવરાશ ઓછી થઈ

બેચેની વાળું મન, ઉતાવડીયું આહાર વિહાર અને હમેશા સમય નથી એ વિચાર આધુનિકતા ની દેન બની. 

સઘળા કાર્ય બાજુ એ મુક્યા, પૂર્વજો નિરાંતે કેમ જીવતા એના ઘડી વિચાર કર્યા. 
મન ની આંખો બંધ કરી, તરત મને તો નિરાંત જળી. 

હવે એ ખ્યાલ આયો, નાનક, બુદ્ધ, શંકરે કેમ પદયાત્રા કરી, 
ઝડપી યાત્રા થી શુક્ષ્મ નિરીક્ષણ નહિ.

વિનોબા ના ચૈરવતી નો આભાસ થયો, ચરક ના નામ ની સમજણ પડી. 
જેટલો મનુષ્ય ધીમો થયો એટલો એતો જ્ઞાની થયો. 

અમે તો આધુનિકતા માં મહિતીઓ માત્ર એકત્રિત કરી, 
આત્માનુભવ, અને શાણપણ વગર ની જિંદગી કરી.

જળ ઉપકરણ ના વળગણ થકી જીવંત જગ અને જીંદગી નકારી દીધી.

અધ્યાત્મનું આત્મમંથન

કેટલી આવી કેટલી ગઈ પણ દરેક વખત અંતર ની ઊર્મિ નીકળવાની રહી ગઈ ઘણી.
આમ પણ નથી ફસાવું મારે વિચારોના વમળ માં. પણ મનોમંથન નો કઈ જીવનસાર નીકળી જાય એની આદત પાડવી ખરી.
ચિત્ત ચોંટાડું છું ફરી ફરી, એક જ બ્રહ્મ ને યાદ કરી કરી, માયા ને કાપનાર બનું એ ગીતાસાર ગ્રહણ કરવાની ઈચ્છા ધરી.
ભાષા સુંદર છે, શબ્દો સુંદર છે, પણ નથી લખવું કાઈ મને, આત્મબોધ કવિતા સ્વરૂપ નીકળી જાય એવી કામના મને ભળી.
કવિતાઓ ભૂંસાશે, શબ્દો પણ ખોવાશે પરંતુ આત્મયાત્રા માં કર્મરૂપે આ ચિંતન સદા રેહનારું, એનો ભાસ થાય મને કદી કદી.
જ્ઞાન રૂપે કવિતા નીકળે એથી સુંદર ભક્તિયોગ માં લિન થવું ગમે છતાંય એક જ ચિંતન આચરણ બને એ સૌથી શ્રેષ્ઠ કર્મયોગ મને જડે.
મનનું ઉપજાવેલ આ વિશ્વ છે, એમાંથી જ આ સત્ય ની શોધ છે, સમય તો સાપેક્ષ છે, પ્રવાસ તો અનંતનો છે, સત્યને ઓળખવાનો પ્રેમ જ મન વચન થી સતકર્મ બને.

સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...