Sunday, 17 February 2019

પ્રકૃતિ હું ભિન્ન કેમ બેઠો?



ગગન વિહાર કરતા પક્ષી ને મેં જોયા,
જોઈને મેં તો ઓળખાણ માટે સવાલ કઈ પૂછ્યા.

પણ એમના જવાબ થી હું લજવાયો, 
અંદરોઅંદર હું તો ખૂબ ખીજાયો.

પક્ષી કહે અમને આપેલ ઓળખાણ પણ તમારી, 
માનવજાત ની તો વાત નિરાળી. 

નામ, જાત, પ્રદેશથી તમે તો ઓળખાણ સજાવી,
એટલું ઓછું પડે તમે તો હોદ્દાથી પણ ઓળખાણ બનાવી.  

હું તો માનવી તરીકે અજ્ઞાની દીઠો, 
હું ઝટ બોલ્યો કે મારે પ્રકૃતિ સાથે કરવો છે ભેટો. 

ત્યાં તો દરિયો, ઝાડવા પણ બોલ્યા, 
માનવી ની તો વાત જ નકામી હમેશા પ્રકૃતિ થી ભિન્ન રહેનારી. 

તમે કહો તમારે રેહવું પ્રકૃતિ જોડે પણ અમે તો કહીએ અમે છીએ પ્રકૃતિ જ પોતે.

મનુષ્ય તરીકે આ તો હું ડગવાયો,
પ્રકૃતિ થી ભિન્ન કેમ મેં પોતે ઓળખાયો, આ તે હું કયા અજ્ઞાન માં ફસાયો.

ત્યાં તો સુરજ દેવે મને બોલાવ્યો,
કહે કે હું દરેક જીવને મળવા આવું, પણ મનુષ્ય થી કઈ અલગ જ જાણું. 

મને ન મળવા ઉંચી દીવાલ ચણાવી,
પ્રકાશ છોડી અંધકાર માં જીંદગી છે તે ખપાવી.

કીટકો એ પણ મને તો ઠપકો આપ્યો,
મનુષ્ય જેવો સંસાર માં ગરીબ ન દીઠો. 

ધન, વસ્તુ ભોજનના ઢગલે બેઠો પણ સમય,
સતજ્ઞાનના અભાવે છે નિર્ધન બેઠો.

સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...