આયો ગાંધી, આયો ગાંધી, ગાંધી રે આયો...
એ લાયો આંધી
નવજુવાન ની અંદર એ તો સત્યાગ્રહ નો જુસ્સો લાયો
વૃધ્ધો માં પણ વૃદ્ધિ નહિ દેખાય
ત્યાં તો આપણે વચ્ચે આ પ્રબુદ્ધ આયો
ત્યાં તો આપણે વચ્ચે આ પ્રબુદ્ધ આયો
પ્રેમ કરુણાની વત્સલ્યમૂર્તિ બની જગ ને પ્રીતથી બાંધવા આયો
અસત્ય ને ડામવા આ તો સાથે અનેક પ્રયોગ લાયો
આયો ગાંધી...
યોગીઓ જ્યારે વનો માં શાંતિ માં લિન થાય
ત્યારે આ કર્મયોગી તો સમાજ માં શાંતિ સ્થાપતો જાય
આયો ગાંધી...
સૈકાઓ વીતી જાય પણ એની છાપ રે ના મિટાય
આ તો અલગ માટી નો માનવી રે ગણાય
આયો ગાંધી..
જ્યાં એના પદચિહ્ન પડતા જાય, એ તો ધરા ધન્ય થાય
હવે એને કેમ ભુલાય એતો સ્મરણપટ અંકિત થતો જાય
આયો ગાંધી..
સત્ય અહિંસા ની આંધી કરતો જાય, એ તો પ્રેમ ના પાઠ ભણાવતો જાય,
એને તો પોતાના જોખમે રે ભુલાય
એને તો પોતાના જોખમે રે ભુલાય
આયો ગાંધી...
મરવાની બીકે લોકો ભાગી જાય, ત્યારે એ તો મોત ને ભેંટવા જાય,
એ નો તો સમાજ માં આદર્શ રે સ્થપાય
એ નો તો સમાજ માં આદર્શ રે સ્થપાય
આયો ગાંધી..
વિશ્વ કલ્યાણ માટે જો એને જીવન માં ઉતારાય
બધી સમસ્યાઓ આપમેળે વિસરી જાય
તો તો રામ રાજ્ય સ્થપાય
તો તો રામ રાજ્ય સ્થપાય
આયો ગાંધી...

