John Maynard Keynes is the father of consumerism. However, he warned of using consumerism as a means of growth. He said that his economic system would be good for only around 100 years. After that, people should come back to “real” value.
ઉર્પયુક્ત વાક્ય ને જોતા જ સમજાય કે કેઈયન્સ નું અર્થશાસ્ત્ર એક ઢોંગી સમૃદ્ધિ નું માળખું હતું જેમાં અમુક વ્યક્તિ ની જ સમૃદ્ધિ થઈ શકી બાકી ગરીબી માં કાઈ સુધારો કરી ન શક્યા.
૧૯૨૯ ની વિશ્વ મંદી પછી જાને કેઈયન્સ સિવાય વિશ્વ અર્થવ્યવસ્થા માટે રસ્તો જ નહતો, સમાજવાદ ની નિષ્ફળતા પર વિશ્વ એ કેઈયન્સ ના મૂડીવાદી ની પદ્ધતિ અપનાવી એ ઉતાવડીયું પગલું કહી શકાય.
સાચો સમાજવાદ ભારતીયતા પ્રમાણે સમજ્યા વગર માર્ક્સ વિચાર ધારા ને જ સમજી બેઠા એ પણ ભૂલભરેલું કહી શકાય કારણકે માર્ક્સ નો સમાજ વાદ પણ નિયત્રણ ની જ વાત કરે છે જ્યારે મૂડીવાદ પણ એ જ કહે છે. બસ ફરક એટલો છે કે નિયત્રણ કરનારા લોકો બદલાઈ જાય છે.
ભારતીય સમાજવાદ ની વાત કરું તો; સમાજવાદ એ સમૃદ્ધિ નું વિતરણ હોવું જોઈએ ન કે ગરીબી નું વિભાજન.
આ બને વિદેશી માળખા દ્વારા ભારતીયો ને માર જ પડ્યો છે, જેથી ભરત કુમારપ્પા નું પુસ્તક, મૂડીવાદ, સમાજવાદ અને ગ્રામ્યવાદ યાદ આવે.
ગ્રામયજીવન એ આપણો ભવ્ય વારસો છે
તેને બચાવવું તે આપણી નૈતિક ફરજ છે. ગ્રામયજીવન સામાજિક, આધ્યત્મિક, આર્થિક, રાજનીતિક અને પર્યાવરણ ની દ્રષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે...
ગ્રામ્ય જીવન ભારતીય દર્શન વસુવધેવ કુટુમ્બકમ સૌથી નાનો એકમ છે અને તે મહાન અર્થશાસ્ત્રી ઇ એફ સુમેકર નું ગૂઢ દર્શન વાળું વાક્ય નાનું એ સુંદર વાક્ય ઘણું કહી જાય છે.
મોટું, મેગા, મેટ્રો આ બધા શબ્દો વિનાશ સિવાય કઈ આપી નહીં શકે.
આધુનિક લોકતંત્રો ચૂંટણી કેન્દ્રી, પક્ષ પ્રધાન, સતાલક્ષી, કેન્દ્રિત જટિલ તંત્રરચના ઓ છે. રાજયવ્યવસ્થા મૂડીવાદી, સમાજવાદી કે સામ્ય વાદી હોય, પણ આ હરેક રાજયવ્યવસ્થા અતિશય મોટી અને ભારે મથાડાવાડી છે અને તેમાં સતાના કેન્દ્રીકરનનો દોષ ઘર કરી બેઠો છે. તેમાં વ્યક્તિઓ ની કશી ગણના હોતી નથી; ભલે મતદાતાઓ તરીકે તેમને માલીક નું નામ આપવામાં આવતું હોય.
મતદારો મુદ્દતે મુદ્દતે થતી ચૂંટણી વખતે મતપત્રક માં ચોકડી કરવા હાજર થાય છે અને પછી બીજી ચૂંટણી થતા સુધી ઊંઘી રહે છે. સરકાર ની નીતિ ઘડવામાં માં ભાગ્યેજ અવાજ હોય છે, બલ્કે બિલકુલ હોતો જ નથી.
ગ્રામ સ્વરાજ એ રાજ્ય નું વિલનીકરણ નથી પણ રાજ્યો નું વિકેન્દ્રીકરન છે. રાજકીય સતા એ સાધ્ય નથી પણ સાધન છે.
સ્વરાજ એટલે સરકાર ના અંકુશ માંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી ભલે સરકાર પરદેશ ની હોય કે દેશ ની.
જો લોકો જીવનની દરેક વિગત ના નિયમન માટે સરકાર તરફ જોશે તો તે સ્વરાજ માં ઝાઝો સાર નહીં હોય.
આધુનિક અર્થવ્યવસ્થાઓ ભોગવિલાસ, ભૌતિક જરૂરિયાતની વૃદ્ધિ અને નીતિશાસ્ત્ર થતા અર્થકારણ વચ્ચે ના વિચ્છેદના પાયા પર ઉભેલી હોવાથી તે મોટા પાયા પરના યાંત્રિક, કેન્દ્રિત અને જટિલ સંગઠનો બની બેઠી છે.
બેકારી, અર્ધબેકારી, ગરીબાઈ, શોષણ, બજારો કબ્જે કરવાની થતા કાચા માલ માટે મુલ્કો જીતવાની ગાંડી હરીફાઇ દુષણો એમને વળગેલા છે. સ્પર્ધા, સંઘર્ષ અને વર્ગવિગ્રહથી સમાજનો જીવનતંતુ ખવાઈ જાય છે. તેમાં વ્યક્તિ ની ગુલામી રહી છે.
માણસને યંત્રના મોમાં કોળિયો મુકનાર હાથ તરીકે ગણવામાં આવ્યો છે જાણે કે એ બહાર નો ભાગ ન હોય એવો એને કરી મુક્યો છે અને એના લીધે આત્મા ને હણી નાખતા એકધારા કામને લીધે તેની સૂક્ષ્મ સંવેદનાઓ તે ખોઈ બેસે છે.
પરિણામે કારખાનાના કંટાળાજનક કામના કષ્ટ ની તાણ હળવી કરવા માટે તે નીતિનાશક સિનેમાઘરો, દારૂની દુકાનો અને દારૂની મહેફિલો તરફ દોડે છે.
શહેરો એ બાપુ ની ભાષા માં દેશ ના સમાજદેહ પર નીકળેલા ગુમડા જેવા છે જેથી દેશ નો દેહ સુંદર નથી દેખાતો.
સમાજ ગરીબ અને તવંગર, સુખ સગવડ ભોગવનારા અને અગવડ વેઠનારા એવા બે ભાગ માં વહેચાઈ જાય છે. આજે જોવા મળે છે એટલી માત્રા માં આર્થિક અસમાનતા અગાઉ કદી ન હતી.
ગ્રામ સ્વરાજ માં આત્મનિર્ભરતા છે, જે સ્વાવલંબી બનાવે છે જ્યારે શહેર તો પશ્ચિમ ની નકલ થઈ ઉભું થયેલ માળખું જેમાં સૌને સાહેબગીરી ની માનસિકતા થઈ પડેલ છે અને એમાં આનંદ આવે છે, પરંતુ શ્રમ નાશવંત છે એનું ભાન ભુલાઈ ગયું છે અને પ્રકૃતિ એ હાથ પગ કેમ આપ્યા તે પ્રશ્ન મનુષ્ય પોતાને પણ નથી કરી રહ્યો અને આળસ એટલી ભરાઈ ગયી કે બાળપણ માં શાળા ની દીવાલ પર લખેલ વાક્ય આજે યાદ આવે છે જેમાં લખેલ હતું કે આળસ એ જીવતા માણસ ની કબર સમાન છે જે આજે શહેર મા અનુભવાય પણ છે.
વિશ્વ નું ભવિષ્ય ગામડા માં જ છે, કારણકે દિલ્હી ની દશા આપણે દેખી અને બીજા શહેરો લાઈન માં ઉભા જ છે, જો વિકાસ ની ભાષા ન બદલાઈ તો ગણતરી ની પળો માજ દિલ્હી ની દશા ઠેર ઠેર જોવા મળશે.
ગ્રામ્યજીવન ને મૃતસ્વરૂપ આપનાર આપણી આંધળી દોડ છે, જે પ્રકૃતિમય ગામડું હતું એને ઉજાળી હવે તેમાં શહેર બનાવી બોર્ડ લગાવ્યા કે પ્રયાવરણ બચાવો, વૃક્ષો બચાવો, આદિવાસી નું જીવન નષ્ટ કરી હવે આદિવાસી મ્યુઝિયમ બનાવા બેઠા છે અને એવી જગ્યા એ પછી મથાળા મારીએ છે કે સનસ્કૃતિ બચાવો પણ એને ઉજાળનારા પોતે જ છે. કારણ આદિવાસી કાર લઈ ને ન ફરે એટલે એને પછાત ગણવાની એ જ આપણી માનસિકતા છે અને કાર કોઈ લાવે તો એને અભિનંદન કહી વધાવી લેવાના અને પુરવાર કરવાનું કે આજ પ્રગતિ નુ માધ્યમ છે.
ગ્રામ્ય જીવન નું સૌથી મહત્વ નું પાસું એ છે કે તે પ્રકૃતિ ને તોડતું નથી જોડે છે, આજે જ્યારે અમદાવાદ માં મેટ્રો રેલ માટે હજારો વૃક્ષો નું નિકન્દન કાઢી રહ્યા છે જેમાં માણસ પોતાનો જ સ્વાર્થ દેખે છે એને કસી પડી નથી રહી કે વૃક્ષ પરના પંખી કયા જશે, તેના પર વસતા કપિ પરિવાર નું શુ અને સ્વાર્થ પણ આંધળો કે પોતાને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા ને અવગણી ને વિનાશ વાળો વિકાસ લાવી રહ્યા છે જેથી મારા જેવા ને તો હવે વિકાસ નામથી જ ડર લાગવા માંડયો છે.