Monday, 7 September 2015

રંગ બેરંગી પક્ષી જગત ભયજનક સ્તિથી માં.

रंग बेरंगी पक्षी जगत भयजनक स्थिति माँ।



આખા વિશ્વ માં કુલ 10000 પક્ષીઓ  જાત છે તેમાંથી 1300 ની આસપાસ તો આપણા દેશ માં છે.  એટલે આપણે કહી શકીયે કે વિશ્વ ના 13% ની આસપાસ તો આપણી જોડે છે, કેટલી ગૌરવ પૂર્ણ વાત છે જે કુદરત ની અનુપમ ભેટ આપણા દેશ ને મળેલ છે અને એના માટે અપને પોતાને નસીબદાર ગણાવા જોઇએ
વિશ્વ નો કોઈ શક્તિશાળી દેશ કે આર્થિક સદ્ધર ગણાતો દેશ પણ એવું કરી ના શકે એ માટે આપણે કુદરત નો આભાર માણવા ની જરૂર છે અને એને જાળવવો એ આપણી નૈતિક ફરજ છે. 

પરંતુ આજ નો ગંભીર પ્રશ્ન એ થઇ પડ્યો કે આધુનિકતા ના નામ પર આપણે એટલા સવેન્દનાપૂર્ણ રહ્યા નથી, અને આખો વિકાસ મનુષ્ય અને આગડ કહું તો મનુષ્ય ની અર્થ વાડી પરીભાષા વાળો થઈ ગયો.
જેમાં પ્રકૃતિ ની અવગણના કરવા લાગ્યા છે, એની ઉપેક્ષા કરવા લાગ્યા છે.

માનવી આર્થિક વિકાસ ને સંપૂર્ણ ગણી પોતાના હાથે પોતાનો સંહાર કરી રહ્યો છે તેમ જણાય છે. જ્યારથી મનુષ્ય કુત્રિમ મનોરંજન ના સાધનો વિકસાવ્યા જેમ કે ટીવી, ટેપ, રેડિયો, કમ્પ્યુટર, વિડીયો ગેમ, મોબાઇલ, વગેરે  ત્યારથી કુદરત ના આનંદ ની મઝા માનવી તે ભૂલી ગયો. પક્ષીઓ ઓ નું સંગીત સાંભળવું ભૂલી ગયું, પ્રકૃતિ નું નિરીક્ષણ કરતો ભૂલી ગયો.

એક ઝાડ કપાઈ ત્યારે કેટલા પક્ષી ઘર વિહોના થાય તેનો ખ્યાલ હવે તેને રહ્યો નથી. ઝાડ પણ એને સુંદર લાગે તેવા ઉગવવા છે પણ જમીન, પક્ષી, કીટક  વગેરે ને અનુકૂળ છે તે તરફ ધ્યાન આપી નથી શકતો.

આમ તો સદી ની જ્ઞાન ની સદી કેહવા માં આવે છે પણ પ્રકૃતિ નું જ્ઞાન સંપૂર્ણ રીતે ખોઈ બેઠો છે. ભૌતિકતા પોતાના સુખ સાધનો ને જ જ્ઞાન સમજી બેઠો અને જ્ઞાની થવાનો ડોળ કરે છે.  ભૌતિકતા સાધનો નું વિસ્તરણ અને પ્રકૃતિ નું સંકોચન એ પ્રગતિ નહીં પણ અધોગતિ છે. આની અભુ મોટી કિંમત ચુકવવાની ભવી પેઢી ની આવી રહી છે.

ઝાડ કાપવામાં પાછળ રહીગયા હતા તેમ જમીન માં પેસ્ટિસાઇડ્સ નો ઉપયોગ પણ આધુનિક કૃષિ અને આધુનિકતા ના નામે ભરપૂર કરવા લાગ્યા જેથી જે પક્ષીઓ નો ખોરાક જે કીટક અને નાની જીવાત હતી તે નાશ થવા લાગી. આ કારણોસર પક્ષીઓ ભોજનવિહીન બન્યા અને પક્ષીઓ ને મારવામાં ફરી આ મનુષ્ય એ આધુનિકતા ના આધાર પર મોટી ભૂમિકા ભજવી. સરકાર ને આર્થિક વિકાસ ના આંકડા થી જ મતલબ છે તેની પ્રકૃતિ જાળવણી માટે નાના મનુષ્ય ને જવાબદારી આપી દીધી અને મોટા કારખાના ને ખુલ્લી છૂટ આપી બાકી ચિપકો જેવા આંદોલન કરવાની શી જરૂર હતી, છતાં આવા આંદોલન થી ખ્યાલ આવ્યો કે નાના ગ્રામીણ માણસ ને જ પ્રકૃતિનું મહત્વ ખબર છે બાકી ભણેલ શહેર ના રહેતો વ્યક્તિ ક્યાં આવું વિચારે પણ, એની તો વિકેન્ડ પર ક્યુ મુવી, કે ફૂટબોલ કે ક્રિકેટ ની મેચ જ દેખાઈ ઓફિસ નું કામ પત્યા પછી,


અંતે એટલું કેહવા માંગુ છું કે પક્ષી જગત ભગવાન ની દેન છે અને તેની જાળવણી આપણી ફરજ છે. તેના માટે જાગૃતિ લાવ્યે. થોડો પ્રકૃતિ માં પણ રસ દાખવીએ જો કુદરત ની કોઈ કદી તૂટી તો કોઈ ટીવી, ફિલ્મ, કે રમત જગત નો હીરો બચાવશે નહિ કે ના કોઈ ગેમ નો મોટો સ્કોર।

આપણા ભગવાન દરેક પશુ પક્ષી ને તેમના વાહન તરીકે ઉપયોગ કરી જીવન માં તેની વણી તેનું મહત્વ દર્શાવ્યું છે, તેને માન આપી આપણા વડવા ઓના દર્શન ને સમજીયે અને તેનું જતન કરીયે.


સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...